માલ ભરેલ વાહન તલપત્રીથી ઢાંકીને લાવવા સૂચના: કમોસમી વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્રનો નિર્ણયમોરબી: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહીને ધ્યાને રાખીને મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા ખેડૂતો અને વેપારીઓ માટે મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. જેમાં આગામી ત્રણ દિવસ માટે ઘઉંની ઉતરાઈ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.મોરબી માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, તારીખ 18/03/2026 થી તારીખ 20/03/2026 સુધી યાર્ડમાં ઘઉંની ઉતરાઈ કરવામાં આવશે નહીં. યાર્ડમાં ઘઉંની ઉતરાઈ ખુલ્લા શેડમાં થતી હોવાથી, વરસાદની સ્થિતિમાં જણસી પલળી જવાની ભીતિ રહેલી છે, જેને પગલે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન માત્ર ઉભા વાહનની હરાજી લેવામાં આવશે. યાર્ડમાં માલ લઈને આવતા દરેક ખેડૂતોએ પોતાનું વાહન તાલપત્રીથી ઢાંકીને લાવવું અને જો કોઈનો માલ ખુલ્લામાં પડ્યો હોય તો તેને પણ તાલપત્રીથી ઢાંકીને સુરક્ષિત રાખવો. વેપારીઓને પણ પોતાનો માલ સત્વરે ગોડાઉનમાં ખસેડી લેવા સૂચના અપાઈ છે. એજન્ટોએ પણ આ અંગે પોતાના ખેડૂતોને માહિતગાર કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #APMC #Farmers #WeatherForecast #Agriculture #MarketYard #GujaratNews