સોમ, બુધ અને શુક્ર ઘઉં અને મંગળ, ગુરુ અને શનિવારે ચણાની ઉભા વાહનમાં હરરાજી મોરબી : મોરબીમાં કોરોના સંક્ર્મણ વધતા માર્કેટિંગ યાર્ડ દ્વારા આગામી તા.8 થી 11 યાર્ડમાં ઘઉં અને ચણાની આવક બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા આવતીકાલથી કોરોના સંક્રમણને પગલે ઘઉં અને ચણાની આવક બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. જે અન્વયે ખેડૂતો માટે નવી વ્યવસ્થા ગોઠવી સોમ, બુધ અને શુક્ર ઘઉં અને મંગળ, ગુરુ અને શનિવારે ચણાની ઉભા વાહનમાં હરરાજી કરવા નક્કી કરાયું છે અને દલાલ ભાઈઓને ગામડે-ગામડે ખેડૂતમિત્રોને જાણ કરવા અનુરોધ કરાયો છે.