મોરબી : મોરબી યાર્ડમાં ત્રણ દિવસ ઘઉંની ચિક્કાર આવક થતા શેડમાં જગ્યાઓ ખૂટી હતી જેને પરિણામે ઘઉંની આવક બંધ કરવામાં આવી હતી. જો કે હવે આજે સાંજથી ઘઉંની આવક પુનઃશરૂ કરવામાં આવી છે.ઘઉંની આવક આજરોજ તા.૪ને શુક્રવારે સાંજના ૫-૦૦ વાગ્યાથી ઉતરાઈ ચાલુ કરવામાં આવશે. શેડ ઉપર જગ્યા હશે ત્યાં સુધી ઘઉંની ઉતરાઈ કરવા દેવામાં આવશે. ત્યારબાદ ઉભા વાહન રાખવામાં આવશે તેમજ ઉભા વાહનની હરરાજી લેવામાં આવશે. તા.૫-૪-૨૦૨૫ને શનિવારના સવારના ૧૦-૦૦ વાગ્યા સુધી ઘઉં આવવા દેવામાં આવશે. ત્યારબાદ ઘઉંની આવક બંધ રહેશે. તા.૬-૪-૨૦૨૫ને રવિવારના સાંજના ૫-૦૦ વાગ્યાથી ઘઉંની ઉતરાઈ કરવા દેવામાં આવશે. તા.૬-૪-૨૦૨૫ને રવિવારથી તમામ જણસીની ઉતરાઈ સાંજના ૫-૦૦ વાગ્યાથી કરવા દેવામાં આવશે. જેની લાગતા-વળગતા સર્વેને નોંધ લેવા યાર્ડની યાદીમાં જણાવાયું છે.