અન્ય જણસીઓ માટે ખેડૂતોને માલ તાડપત્રી ઢાંકીને લાવવા તાકીદ, શેડમાં જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ થશેમોરબી: કમોસમી વરસાદની આગાહીને પગલે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટિંગ યાર્ડ) દ્વારા ખેડૂતો અને વેપારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડમાં ઘઉંની ઉતરાઈ ખુલ્લા શેડમાં થતી હોવાથી, માલ પલળી જવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને આજ રોજ તારીખ 18 માર્ચથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ઘઉંની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે.માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરીની સત્તાવાર જાહેરાત મુજબ, ઘઉં સિવાયની અન્ય જણસીઓ માટે પણ સાવચેતીના પગલાં લેવાયા છે. યાર્ડના શેડમાં જેટલી જગ્યા હશે ત્યાં સુધી જ અન્ય જણસીઓની ઉતરાઈ કરવામાં આવશે. જગ્યા ન હોવાના કિસ્સામાં બાકી ઉભા વાહનોમાં જ હરાજી કરવામાં આવશે. આથી, તમામ ખેડૂતોને પોતાનું વાહન ફરજિયાતપણે તાડપત્રીથી ઢાંકીને જ લાવવા ખાસ સૂચના આપવામાં આવી છે.વધુમાં, અન્ય જણસીઓની ઉતરાઈ સાંજના 4 વાગ્યા પછી જ કરવા દેવામાં આવશે. માર્કેટિંગ યાર્ડ દ્વારા તમામ વેપારીઓને પણ ખરીદેલો માલ સત્વરે પોતાના ગોડાઉનમાં ખસેડી લેવા જાણ કરવામાં આવી છે. કમિશન એજન્ટોને આ તમામ સૂચનાઓ અંગે ખેડૂતો અને વાહનચાલકોને સમયસર માહિતગાર કરવા તાકીદ કરાઈ છે જેથી કોઈને હાલાકીનો સામનો ન કરવો પડે.#Morbi #MorbiUpdate #APMCMorbi #MarketingYard #Farmers #AgricultureNews #GujaratNews #MorbiNews #WeatherUpdate #UnseasonalRain