મોરબી : મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા તારીખ 5 મે થી તા. 10 મેને શનિવાર સુધી કમોસમી વરસાદની આગાહીને પગલે ઘઉંની આવક બંધ કરવામાં આવી હતી. ત્યારે હવે ફરી વાતાવરણમાં પલટો આવવાથી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી માર્કેટયાર્ડ મોરબી તરફથી નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ઘઉંની આવક બંધ રાખવા જણાવવામાં આવ્યું છે.