મોરબી : મોરબી માર્કેટ યાર્ડ દ્વારા ઘઉંની આવક ચાલુ કરવામાં આવેલ છે. ઘઉંની આવક વહેલી સવારના ૫-૦૦ થી ૯-૦૦ વાગ્યા સુધી આવવા દેવામાં આવશે. સેડ ઉપર જગ્યા હશે ત્યાં સુધી ઉતરાઈ કરવામાં આવશે. ત્યારબાદ ઉભા વાહન રાખી હરરાજી લેવામાં આવશે. નકકી કરેલ સમય સિવાય ઉતરાઈ કરવા દેવામાં આવશે નહી. વાતાવરણને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવવો. એમ જનરલ કમિશન એજન્ટો, વેપારીઓ તથા ખેડૂત જોગ માર્કેટ યાર્ડની યાદીમાં જણાવાયું છે.