સાયબર માફિયાએ 30 હજાર ટ્રાન્સફર કરાવી લઇ એક વ્યક્તિ પાસેથી 10 લાખની માંગણી કરી ભડાકા કરવા ધમકી આપીમોરબી : મોરબીની જાણીતી નાલંદા સ્કૂલનું વોટ્સએપ ગ્રુપ હેક કરી લઇ સાયબર ગઠિયાએ સ્કૂલમાં અભ્યાસ કરતા કારખાનેદાર પરિવારને નિશાન બનાવી કારખાનેદારની પત્નીનો મોબાઈલ પણ હેક કરી તેમના પરિચિત અને સગાઓ પાસેથી રૂપિયા 30 હજાર ટ્રાન્સફર કરાવી લઈ અન્ય એક પરિચિત પાસે 10 લાખની ખંડણી માંગી પૈસા નહિ આપે તો ભડાકા કરવા ધમકી આપી હતી.સાથે જ શહેરના અન્ય બ્યુટી પાર્લર અને ટ્યુશન ક્લાસના વોટ્સએપ ગ્રુપ પણ હેક કરી લેતા બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘુંનડા રોડ પર રહેતા અને બ્લ્યુઝોન સિરામિક ફેકટરી ચલાવતા ભાવેશભાઈ હર્ષદભાઈ પાચોટીયાએ મોબાઈલ નંબરના આધારે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે,ગત તા.20જુનથી 29 જૂન વચ્ચે આરોપીઓએ નાલંદા સ્કૂલનું વોટ્સએપ ગ્રુપ હેક કરી ફરિયાદીના પત્ની શિલ્પાબેનને ફોન કરી પોતે નાલંદા સ્કૂલના સંચાલક બોલતા હોવાનું જણાવી ઓટીપી માંગી લીધો હતો. ઓટીપી આપતા જ શિલ્પાબેનનો મોબાઈલ હેક કરી લઈ બાદમાં ફરિયાદી ભાવેશભાઈના સાળા તેમજ સાઢુંભાઈને મેસેજ કરી રૂ.30 હજાર મેળવી લીધા હતા.બીજીતરફ શાંતિર દિમાગ ધરાવતા સાયબર માફિયાએ આટલેથી જ સંતોષ નહિ માની શિલ્પાબેનના ફોનનો ઉપયોગ કરી સાહેદ વિશાલભાઈ લક્ષ્મણભાઇ ભોરણીયાને રાત્રીના સમયે ફોન કરી રૂ.10 લાખની ખંડણી માંગી હતી અને જો ખંડણી નહિ આપે તો ભડાકા કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ ઉપરાંત સાયબર માફિયાએ અન્ય સ્કૂલ, ટ્યુશન અંર બ્યુટી પાર્લરના વોટ્સએપ ગ્રુપ પણ હેક કરી ફી ના નામે નાણાં પડાવવા કોશિશ કરી હોવાનું ફરિયાદમાં જણાવતા સાયબર ક્રાઈમ પોલીસે ગુન્હો નોંધી તપ શરૂ કરી છે.