મોરબી : વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું સર્વર ફરી એક વાર ડાઉન થયુ છે. જેને પગલે મેસેજની આપ-લે તેમજ કોલ સર્વિસ ઠપ્પ થઈ જવા પામી છે. જો કે દુનિયાભરમાં આ સમસ્યા જોવા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે રાત્રે વિશ્વભરમાં વોટ્સએપનું સર્વર ડાઉન થયું છે. રાત્રીના 9:15 વાગ્યાથી આ સમસ્યા શરૂ થઈ છે. જેને કારણે વોટ્સએપની એક્ટિવિટી બંધ થઈ ગઈ છે. મેસેજની આપ -લે અને કોલ સર્વિસ ઠપ્પ થઈ છે. આ ઉપરાંત સ્ટેટ્સ પણ સીન ન થતા હોવાનું સામે આવ્યું છે. આવી જ રીતે ફેસબુકમાં પણ આ સમસ્યા જોવા મળી હતી. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ અને કોલની સર્વિસ બંધ થઈ ગઈ હતી. આ લખાઈ છે. ત્યારે રાત્રીના 9:30 વાગ્યા સુધી હજુ સર્વિસ ડાઉન જ રહી છે.