ગુજરાત કિસાન કોંગ્રેસે ખેડૂતોના હિતના એડવાઇઝરી જારી કરી. મોરબી : હાલમાં માવઠાને કારણે ખેડૂતોના ઉભા પાક અને તૈયાર પાકને થયેલા નુકશાનીના દાવા અંગે માર્ગદર્શન આપવાના હેતુસર ગુજરાત કિસાન કોંગ્રેસે જિલ્લા વાઇઝ હેલ્પલાઇન નંબર અને દાવા માટે ભરવું પડતું ઓનલાઈન ફોર્મ ઉપલબદ્ધ કરાવ્યું છે. જે ખેડૂતોના ઉભા પાકને વરસાદી પાણીથી નુકશાન થયું હોય કે પાક ઉપાડી લીધો હોયને વરસાદના કારણે નુકશાન થયુ હોય અને વીમો મળવા પાત્ર હોય તો ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા એક અરજીનો નમૂનો તૈયાર કરવામાં આવ્યો છે તે અરજીની 2 નકલમાં પ્રિન્ટ કઢાવી સંપૂર્ણ વિગત સાથે ભરી જે તે તાલુકામાં વિસ્તરણ અધિકારી (ખેતી), તાલુકા પંચાયત ભવન ખાતે અથવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જીલ્લા પંચાયત ભવન ખાતે 48 કલાકમાં મોકલી આપવા એક યાદીમાં જણાવાયું છે. જે જમા કરાવ્યા બાદ બીજી નકલમાં અધિકારીના સહી સિકા લેવા જરૂરી છે. જો અરજી ન કરી શકો તો જે તે જિલ્લામાં જે પાક વીમાં કંપની હોય તે પાક વીમાં કંપનીના ટોલ ફ્રી નંબર પર ફોન કરી સંપૂર્ણ વિગત લખાવી મોબાઈલમાં ફરિયાદ નંબરનો મેસેજ આવે ત્યારે જ ફરિયાદ નોંધાઇ ગઈ છે તેવું માનવું. ફસલ વીમા યોજનાની કંપનીના ટોલ ફ્રી નંબર મોરબી જિલ્લા માટે 18002005142 જાહેર કરાયા છે તેમ પાલભાઇ આંબલિયા, (ચેરમેન)ગુજરાત કિસાન કોંગ્રેસ 9924252499 એક યાદીમાં જણાવ્યું છે.