મોરબી : મોરબી સિરામિક એસોસિએશનના હોલમાં કારખાનેદારો સાથે ઔદ્યોગિક સલામતી વિશેનો સેમિનાર મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ તથા નાયબ નિયામક - ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય યુ.જે.રાવલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.આ સેમિનારમાં ઉદ્યોગોમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તથા સુરક્ષિત વાતાવરણમાં શ્રમિકો કામગીરી કરી શકે તે અંગેની સમજૂતી આપવામાં આવેલ હતી. ઉપરાંત મોટાભાગના સિરામિક ઉદ્યોગોમાં થતા સિલિકોસીસ નામના વ્યવસાયજન્ય રોગ માટે શ્રમયોગીનું મેડિકલ તપાસ ફોર્મ નંબર 32 મુજબ તથા નવા જોડાતા શ્રમયોગી માટે ફિટનેસ સર્ટિફિકેટ ફોર્મ નંબર 33 મુજબ કરાવવું જરૂરી છે તેમ જણાવાયુ હતું.એલપીજી ગેસનો વપરાશ થતો હોય તેના હેન્ડલિંગ સંબંધિત તથા સ્ટોરેજમાં સલામતીના શું પગલાં લેવા જરૂરી છે. તે અંગેની સમજ કારખાના ધારા,1948 અંતર્ગત આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ ઉદ્યોગકારો તથા મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીલ એસોસિયનના વિવિધ પ્રમુખો વિનોદભાઈ ભાણજા, હરેશભાઈ બોપલિયા, વિપુલભાઈ તથા ડીજી પંચમિયા - રિટાયર્ડ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય હાજર રહ્યા હતા.ડો. જીગ્નેશ ઝાલાવાડીયા- સર્ટિફાઇંગ સર્જન, સૌરાષ્ટ્ર કચ્છ રિજીયન, મદદનીશ નિયામક આર.જી.ચૌધરી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી પી.એમ. કલસરિયા વગેરેએ હાજર રહીને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.