મોરબી : હોળી-ધૂળેટીના પર્વમાં લોકો એકબીજાને રંગ લગાવીને ઉજવણી કરતાં હોય છે. જો કે ઘણી વખત નુકસાનકારક અને ખતરનાક કલરના કારણે લોકોની ચામડીને નુકસાન પહોંચતું હોય છે. ત્યારે હોળીમાં રંગે રમ્યા પહેલા અને રંગે રમ્યા પછી શું કાળજી લેવી જોઈએ તે અંગે મોરબીના સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનકના જાણીતા ચામડી, ગુપ્ત રોગો અને કોસ્મેટોલોજીના નિષ્ણાત ડો. જયેશ એ. સનારીયાએ કેટલીક મહત્વની બાબતો જણાવી છે.હોળી રમ્યા પહેલાની કાળજી- હોળી રમવા જતાં પહેલા ત્વચા ઉપર સનસ્ક્રીન અને મોઇસ્ચ્યુરાઇઝર વ્યવસ્થિત અને વધારે પ્રમાણમાં લગાવો.- આંખો ઢંકાય એવા સનગ્લાસનો ઉપયોગ કરવો. લેન્સ પહેરતા હોય તો કાઢી નાખવા.- વાળમાં કોપરેલ તેલ અથવા એરંડીયાના તેલનું માલીસ કરવું તથા વાળ ઉપર રૂમાલ અથવા ઓઢણી બાંધીને પછી રમવા જવું.- હોઠ ઉપર લીપબામ, સનસ્ક્રીન અથવા મોઇસ્ચ્યુરાઇઝર લગાવવું.- નખની અંદર રંગો ભરાઇ ના જાય માટે નખ કાપેલા રાખવા તેમજ નેઇલ પેઇન્ટ લગાવવું.- જાડા સુતરાઉ કપડાં પહેરવા.હોળી રમ્યા પછીની કાળજી- સૌ પ્રથમ ડ્રાય કલર ખંખેરીને શરીર પરથી દૂર કરવો. ત્યાર પછી 5-10 મિનિટ શાવર નીચે ઉભા રહીને સ્નાન કરો.- હૂંફાળા ગરમ પાણીથી નહાવું તેમજ કુદરતી સાબુનો ઉપયોગ કરવો.- વાળને શેમ્પુથી ધોવા તેમજ કન્ડીશનર કરવું અને તેલ લગાવવું.- ચામડી પરથી રંગ દૂર ન થાય તો તેને બહુ ઘસવી નહિ.- રંગ દૂર કરવા સ્ક્રબનો ઉપયોગ કરવો નહિ.- કોઇપણ પ્રકારની બ્યુટી પ્રોસીઝર જેવી કે બ્લિશિંગ, વેક્સિંગ, થ્રેડીંગ, પ્લકિંગ, સ્ક્રબિંગ તેમજ ફેસીયલ કરવું નહિ.- ઉપરોક્ત કાળજી લેવા છતાં ચામડીમાં બળતરા થાય, બરછટ થાય, લાલ ચકામા થાય, તો નજીકના સ્કીન સ્પેશ્યાલીસ્ટને બતાવીને તેમનો અભિપ્રાય લેવો.