મોરબી : મોરબીમાં આજે જનતા કરફ્યુનો માહોલ કેવો છે. તે ઘરમાં રહેલા તમામ લોકો જોઈ શકે તે માટે મોરબી અપડેટે સુમસામ ભાસતા શહેરના મુખ્ય વિસ્તારોને ડ્રોન કેમેરામાં કેદ કર્યા છે. તો આ વીડિયો તમે ઘેર બેઠા જોઈને જનતા કરફ્યુ દરમિયાન શહેર કેટલુ શાંત લાગી રહ્યું છે તે નિહાળી શકો છો. કોરોનાના લીધે પરિસ્થિતિ વધુ વણસે તે પૂર્વે જ તકેદારીના ભાગ રૂપે તેમજ લોકોને માનસિક રીતે તૈયાર રહેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જનતા કરફ્યુનું એલાન આપ્યું છે. જે સંદર્ભે આજે મોરબી પણ સજ્જડ બંધ છે. રસ્તાઓ અને બજારો સુમસામ જોવા મળી રહી છે. જો કે તમામ લોકો આજે ઘરમાં જ હોય જનતા કરફ્યુ દરમિયાન મોરબી શહેર કેવું લાગી રહ્યું છે તે જોવાની ઉત્કંઠાના સૌ શહેરીજનોમાં હોય તે સ્વાભાવિક છે. માટે મોરબી અપડેટ દ્વારા ખાસ ડ્રોન કેમેરામાં જનતા કરફ્યુ દરમિયાનના મોરબીના મુખ્ય વિસ્તારોનો માહોલ કેદ કર્યો છે. જે નિહાળવા માટે નીચે આપેલી યુટ્યુબ લિંક ઉપર જાઓ. https://youtu.be/AXCI3E8vR8w