મોરબી અપડેટ : મોરબીના નાગરિકો માટે ગાંધી જયંતિના દિવસે સુરજબાગને અંદાજે રૂ. ૧.૭૫ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે પુનઃવિકાસ (રિડેવલપમેન્ટ) કરી આજે વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આરોગ્ય, મનોરંજન, રમતગમત અને કુદરતી સૌંદર્યને કેન્દ્રમાં રાખીને આ બગીચાને અત્યાધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે.સુરજબાગમાં ઉપલબ્ધ મુખ્ય આકર્ષણો અને સુવિધાઓ:● સુવ્યવસ્થિત પ્રવેશ અને સુરક્ષા: રેલવે સ્ટેશન રોડ તરફથી મુલાકાતીઓની સરળ અવરજવર માટે સુવ્યવસ્થિત એન્ટ્રી અને એક્ઝિટ ગેટ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર બગીચાની દેખરેખ અને સલામતી માટે સિક્યોરિટી કેબિન (Security Post) ની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.● ખાસ સિન્થેટિક જોગિંગ અને વોકિંગ ટ્રેક: આરોગ્યપ્રેમી નાગરિકો માટે સમગ્ર બગીચાને આવરી લેતો જોગિંગ ટ્રેક તૈયાર કરાયો છે. જેમાં ખાસ ખુલ્લા પગે ચાલી શકાય તે માટે સિન્થેટિક મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.● વિશાળ યોગા ઝોન: નાગરિકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે બગીચાના મધ્યભાગમાં એક શાંત અને વિશાળ ખુલ્લી જગ્યામાં યોગા એરિયા વિકસાવવામાં આવ્યો છે, જ્યાં ધ્યાન અને યોગાસન કરી શકાશે.● ગઝેબો અને બેસવાની વ્યવસ્થા: મુલાકાતીઓ, વડીલો અને પરિવારો આરામથી બેસી શકે તે માટે ગઝેબો (Gazebo) તથા બગીચામાં બેન્ચીસ લગાવવામાં આવી છે.● બાળકો માટે સ્પેશિયલ ચિલ્ડ્રન પ્લે એરિયા: નાના ભૂલકાંઓના મનોરંજન માટે રમત વિસ્તાર વિકસાવવામાં આવ્યો છે, જેમાં વિવિધ પ્રકારનાં રમકડાં અને રાઇડ્સની વ્યવસ્થા છે.● સ્કેટિંગ રિંગ: બાળકો અને યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે અને શારીરિક વિકાસ થાય તે હેતુથી સ્કેટિંગ રિંગ તૈયાર કરવામાં આવી છે.● લેન્ડસ્કેપિંગ અને હરિયાળી: પર્યાવરણ અને કુદરતી સૌંદર્ય જળવાઈ રહે તે માટે વિવિધ શોભાના ફૂલછોડ, વૃક્ષારોપણ, લૉન અને લેન્ડસ્કેપિંગ કરવામાં આવ્યું છે.● જાહેર શૌચાલય સુવિધા: બગીચામાં આવતા મુલાકાતીઓ માટે ટોઇલેટ બ્લોકની સુવિધા ઊભી કરવામાં આવી છે.રૂ. ૧.૭૫ કરોડના ખર્ચે કાયાકલ્પ પામેલ આ સુરજબાગ મોરબી શહેરના તમામ વયજૂથના નાગરિકો માટે હરવા-ફરવા, કસરત કરવા અને પરિવાર સાથે સમય વિતાવવા માટે એક ઉત્તમ અને સુવિધાજનક જાહેર ઉદ્યાન બની રહેશે. પરંતુ શહેરીજનોની પણ જવાબદારી બનશે કે આ જાહેર સંપત્તિની તેઓ યોગ્ય રીતે કાળજી રાખશે. બીજી તરફ મહાપાલિકા તંત્રએ પણ આ બાગનું યોગ્ય મેન્ટેનન્સ રાખવું પડશે. નહિતર બેથી ત્રણ મહિનામાં જ આ સુંદર જગ્યા ફરી પહેલા જેવી જ થઈ જશે.