રાજકોટ : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર 'સ્પેશિયલ ટ્રેન' દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝન થઈને પસાર થનારી આ સ્પેશિયલ ટ્રેન નંબર 09018 વેરાવળ-બાંદ્રા 26 જાન્યુઆરી, 2026 થી 23 ફેબ્રુઆરી, 2026 સુધી દર સોમવારે વેરાવળથી સવારે 11.05 કલાકે ઉપડશે અને બીજા દિવસે વહેલી સવારે 04.55 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. ટ્રેન નંબર 09017, 25 જાન્યુઆરી, 2026 થી 22 ફેબ્રુઆરી, 2026 સુધી દર રવિવારે બાંદ્રા ટર્મિનસથી બપોરે 14.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.05 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, સુરેન્દ્રનગર જંક્શન, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ રહેશે. ટ્રેન નંબર 09018 અને 09017 માટે ટિકિટનું બુકિંગ 22.01.2026 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો (PRS) અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો આ ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.