કરવેરામાં 15.62 કરોડમાંથી રૂ.11.77 કરોડ જેટલી રકમની વસુલાત : 61 ગામોમાં 100 ટકા વેરા વસુલાત : પ્રોત્સાહક ગ્રાન્ટ ગ્રામ પંચાયતોને સ્વંભંડોળમાં કામ લાગશે મોરબી : મોરબી જિલ્લા પંચાયત દ્વારા કરવેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવી છે. જે બદલ હવે સરકાર તરફથી અંદાજે રૂ.5 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મળવાની છે. આ ગ્રાન્ટ હવે ગ્રામ પંચાયતોને સ્વંભડોળમાં કામ લાગવાની છે. દર મહિને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની વિવિધ વિભાગોની વિવિધ યોજનાઓની કામગીરીઓનુ મુલ્યાંકન મુખ્યમંત્રીના કાર્યાલય ખાતેથી ઓનલાઇન પોર્ટલ CM-DASH BOARD દ્વારા થતુ હોય છે. જેમા શિક્ષણ ,આરોગ્ય, પંચાયત અને ગ્રામીણ વિકાસ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેતીવાડી, પશુપાલન,મહિલા અને બાળ વિકાસ,માર્ગ અને મકાન,સિંચાઈ સહિત ના તમામ વિભાગોની વિવિધ યોજનાઓની કામગીરીના આધારે ગુજરાત કક્ષાએ વિભાગ વાઇઝ તેમજ ઓવર-ઓલ રેંક નક્કી કરવામાં આવે છે.જિલ્લા પંચાયત મોરબી પ્રમુખ હંસાબેન પારેખી તથા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ માર્ચ-૨૦૨૫ અંતીત કામગીરીમા મોરબી જિલ્લો વસુલાત બાબતે ટંકારા નગરપાલીકા તથા મોરબી મહાનગરપાલીકામા ગામો ભળી જતા મોરબી જિલ્લાનુ માગણુ ગ્રામ સુવિધામાથી નિકળેલ નથી. જે માગણુ બાદ કરતા ગુજરાત રાજયમા મોરબી જિલ્લો ૭૫.૪૦ ટકા વસુલાત કરી ૨(બીજા) ક્રમે આવેલ છે. મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમા બીજા ક્રમે લાવીને જિલ્લા પંચાયત મોરબીના તમામ સ્ટાફનુ ગૌરવ વધાર્યુ છે. આવી ઉત્કૃષ્ટ કામગીરીનો શ્રેય પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારીએ તેમની ટીમમાં સામેલ દરેક અધિકારી તેમજ તમામ કર્મચારીઓને આપતા જણાવ્યુ છે કે જિલ્લા પંચાયતના તમામ તાલુકા પંચાયતની તમામ ગ્રામ પંચાયતના કર્મચારીના અમુલ્ય ફાળા અને નિષ્ઠા વગર શક્ય નથી. વધુમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતીએ ઉમેર્યું કે જિલ્લામાં 15.62 કરોડનું માંગણું હતું તેની સામે 11.77 કરોડની વસુલાત કરવામાં આવી છે. જે ગામોમાં 80 ટકાથી વધુ વસુલાત થાય તેને વસુલતના 50 ટકા અથવા રૂ.5 લાખ જે ઓછી હોય તે રકમ પ્રોત્સાહક ગ્રાન્ટ તરીકે મળે છે. આવી રીતે મોરબી જિલ્લાને ઘરવેરા પ્રોત્સાહક ગ્રાન્ટ અંદાજીત 2.14 કરોડ તથા સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ પ્રોત્સાહક ગ્રાન્ટ અંદાજીત 3.28 કરોડ ગ્રાંટ મળવા પાત્ર થશે. આ ગ્રાન્ટ ગ્રામ પંચાયતોને સ્વભંડોળમાં કામ લાગશે.ક્યાં તાલુકામાં કેટલી વસુલાત ?● હળવદ તાલુકોહળવદના 72 ગામોમાં વર્ષ 2023-24માં 61.12 ટકા વસુલાત થઈ હતી. જ્યારે હવે આ વસુલાત 16.13 ટકા વધીને 72 ટકા થઈ છે. 100 ટકા વસુલાત વાળા 24 ગામો છે. ● માળિયા તાલુકોમાળિયા મિયાણાના 46 ગામોમાં વર્ષ 2023-24માં 56.39 ટકા વસુલાત થઈ હતી. જ્યારે હવે આ વસુલાત 24.45 ટકા વધીને 80.84 ટકા થઈ છે. 100 ટકા વસુલાત વાળા 7 ગામો છે. ● મોરબી તાલુકોમોરબીના 108 ગામોમાં વર્ષ 2023-24માં 61.50 ટકા વસુલાત થઈ હતી. જ્યારે હવે આ વસુલાત 18.49 ટકા વધીને 79.99 ટકા થઈ છે. 100 ટકા વસુલાત વાળા 12 ગામો છે. ● ટંકારા તાલુકોટંકારાના 46 ગામોમાં વર્ષ 2023-24માં 39.97 ટકા વસુલાત થઈ હતી. જ્યારે હવે આ વસુલાત 42.97 ટકા વધીને 82.94 ટકા થઈ છે. 100 ટકા વસુલાત વાળા 7 ગામો છે. ● વાંકાનેર તાલુકોવાંકાનેરના 91 ગામોમાં વર્ષ 2023-24માં 44.89 ટકા વસુલાત થઈ હતી. જ્યારે હવે આ વસુલાત 19.66 ટકા વધીને 64.55 ટકા થઈ છે. 100 ટકા વસુલાત વાળા 11 ગામો છે.