મોરબી: નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે હાલ ઠેરઠેર નવરાત્રી આયોજનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના વૃંદાવન દાંડિયા ક્લાસીસ દ્વારા આગામી તારીખ 25 સપ્ટેમ્બરના રોજ વેલકમ નવરાત્રી 2022નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વેલકમ નવરાત્રી મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા કેશવ પાર્ટી પ્લોટ ખાતે 25 સપ્ટેમ્બર ના રોજ સાંજે 7:30 કલાકે યોજાશે. આ આયોજનને સંકલ્પ નવરાત્રી મહોત્સવ દ્વારા સહકાર મળી રહ્યો છે. વેલકમ નવરાત્રીમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન અને પાસ મેળવવા અમીશા રાચ્છ (મો.નં. 8780041764) અને રાહુલ કવૈયા (મો.નં. 8141924214) પર સંપર્ક કરવા જણાવ્યું છે. પાસ તથા સ્પોન્સરશિપથી આવેલી તમામ રકમ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા થતા ચેરિટી કાર્યમાં દાન આપવામાં આવશે.