મોરબી : મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા તારીખ ૨૪ સપ્ટેમ્બરના રોજ બપોરે ૩ કલાકથી નવા ડેલા રોડ પર આવેલી વિશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી ખાતે વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેલકમ નવરાત્રિમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ગરબે રમીને આદ્યશક્તિની આરાધના કરી હતી. વિજેતા ખેલૈયાઓને સોના ચાંદીના વિવિધ ઇનામોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગના સફળ આયોજનમાં જૈન જાગૃતિ સેન્ટરના ખ્યાતીબેન, દીનાબેન, શીતલબેન, અમીબેન, પ્રિયલબેન, ધારાબેન, શ્વેતાબેન, નીતાબેન સહિતના મહિલાઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી તેમજ જજ તરીકે આરતીબેન વ્યાસ અને દિવ્યાબેન રાવલે સાથ આપીને કાર્યક્રમની શોભા વધારી હતી..