તમારા નસીબના સિતારા આ અઠવાડિયે શું કહે છે? જાણો કાર્ડ્સની જુબાની!લેખક : ખ્યાતિબેનમોરબી : આ નવું અઠવાડિયું કોઈના માટે નવી શરૂઆત લાવ્યું છે, તો કોઈના માટે જૂના બોજમાંથી મુક્તિ. વાંચો તમારી રાશિ મુજબનું સચોટ અનુમાન:♈ મેષ (Aries) - The Foolનવી શરૂઆતનો સમય! આ અઠવાડિયે તમે કશુંક નવું સાહસ કરશો. ડર્યા વગર આગળ વધો, બસ ઉતાવળમાં કોઈ ખોટો નિર્ણય ન લેતા. બિન્દાસ રહો!♉ વૃષભ (Taurus) - Temperanceસંતુલન જાળવી રાખજો. જીવનમાં શાંતિ અને ધીરજ રાખવાની જરૂર છે. ઉગ્રતા છોડીને મધ્યમ માર્ગ અપનાવશો તો દરેક કામમાં સફળતા મળશે.♊ મિથુન (Gemini) - The Hierophantપરંપરા અને જ્ઞાનનો સંગમ. આ અઠવાડિયે તમે કોઈ વડીલ કે ગુરુની સલાહ લેશો. ધાર્મિક કાર્ય કે સામાજિક રિવાજોમાં વ્યસ્ત રહેશો. શીખવાનો સમય છે.♋ કર્ક (Cancer) - 5 of Cupsભૂતકાળને ભૂલી જાઓ. કદાચ કોઈ વાતનું દુઃખ હોય, પણ યાદ રાખજો કે હજુ ઘણું બધું તમારી પાસે છે. જે ગયું તેનો અફસોસ છોડીને જે બાકી છે તેના પર ધ્યાન આપો.♌ સિંહ (Leo) - 3 of Wandsવિસ્તરણનો સમય. તમે જે મહેનત કરી છે તેના ફળ હવે દેખાશે. નવા રસ્તાઓ ખુલશે અને વેપાર કે કરિયરમાં લાંબા ગાળાનું આયોજન ફળદાયી રહેશે.♍ કન્યા (Virgo) - Knight of Cupsપ્રેમ અને દરખાસ્ત. કોઈ નવી તક અથવા કોઈની લાગણી તમારી પાસે આવી શકે છે. હૃદયથી નિર્ણય લેવાનો સમય છે. રોમેન્ટિક લાઈફમાં નવી ઉર્જા આવશે.♎ તુલા (Libra) - The Empressસુખ અને સમૃદ્ધિ. આ અઠવાડિયું તમારા માટે ખૂબ જ સર્જનાત્મક રહેશે. ઘરમાં ખુશી આવશે અને આર્થિક રીતે પણ તમે મજબૂત બનશો. મધરલી કેર અનુભવશો.♏ વૃશ્ચિક (Scorpio) - The High Priestessતમારા અંતરાત્માનું સાંભળો. બધું જ બહાર દેખાય એવું નથી હોતું. રહસ્યો અને અંતર્જ્ઞાનનો સમય છે. ઉતાવળે કોઈને જવાબ ન આપો, મૌન રહીને નિરીક્ષણ કરો.♐ ધનુ (Sagittarius) - Ace of Wandsનવો આઈડિયા, નવી ઉર્જા! કામકાજમાં એક નવો આઈડિયા તમારા જીવનમાં તેજી લાવશે. ઉત્સાહથી ભરેલા રહેશો. કંઈક નવું શરૂ કરવા માટેનો શ્રેષ્ઠ સમય.♑ મકર (Capricorn) - 10 of Wandsજવાબદારીનો બોજ. કદાચ તમે થોડો થાક અનુભવશો કારણ કે કામનું ભારણ વધી ગયું છે. પણ ગભરાશો નહીં, તમે લક્ષ્યની એકદમ નજીક છો. થોડો આરામ પણ લેજો.♒ કુંભ (Aquarius) - Page of Cupsખુશખબર મળશે! કોઈ નાનકડો પણ મીઠો સંદેશ મળી શકે છે. તમારી અંદરના બાળકને જીવતું રાખો. લાગણીશીલ રહેશો પણ એ જ તમારી તાકાત બનશે.♓ મીન (Pisces) - 8 of Wandsઝડપી ગતિ. અટકેલા કામોમાં વેગ આવશે. અચાનક મુસાફરી અથવા ફટાફટ આવતા મેસેજ તમને વ્યસ્ત રાખશે. આ અઠવાડિયે બધું જ 'ફાસ્ટ ફોરવર્ડ' મોડમાં ચાલશે!વધુ જાણકારી માટે ફોલો કરો :www.instagram.com/khyatihiranandani?igsh=MWNvOXQ3NzRiNzc2Mw==લેખક : ખ્યાતિબેન (astrologer & spiritual guide )