લેખક : ખ્યાતિબેનબ્રહ્માંડના સંકેતો હંમેશા આપણી આસપાસ હોય છે, જરૂર છે બસ તેને સમજવાની. આવો જાણીએ, આ અઠવાડિયું તમારા માટે કઈ નવી શક્યતાઓ લઈને આવ્યું છે.મેષ (Aries) - 2 of Pentaclesસંતુલન જાળવવું એ જ તમારી ચાવી છે. કામ અને અંગત જીવન વચ્ચે તાલમેલ બેસાડવાની આ કળા તમને સફળતા અપાવશે. વૃષભ (Taurus) - The Magicianતમારી અંદર અપાર શક્તિઓ છે. જે ધારો છો તે મેળવવાની શક્તિ અત્યારે તમારા હાથમાં છે. તમારી આવડત પર વિશ્વાસ રાખો!મિથુન (Gemini) - 6 of Swordsપરિવર્તનનો સમય છે. જૂના સંઘર્ષો પાછળ છોડીને શાંતિ અને નવી શરૂઆત તરફ આગળ વધવાનો આ ઉત્તમ અવસર છે. કર્ક (Cancer) - 5 of Pentacles (Reverse)મુશ્કેલ સમય પાછળ રહી ગયો છે. હવે આર્થિક કે માનસિક રીતે તમારી સ્થિતિ સુધરી રહી છે. સકારાત્મક રહો. સિંહ (Leo) - 9 of Wandsતમે તમારી મંઝિલની ખૂબ નજીક છો. કદાચ થોડા થાકેલા હોવ, પણ હાર માનવાની જરૂર નથી. અંતિમ પડાવ પર તમારી જીત નિશ્ચિત છે.કન્યા (Virgo) - 3 of Wandsદૂરનું વિચારો. તમારા પ્લાન્સ અને મહેનત હવે ફળ આપવાની શરૂઆત કરી રહ્યા છે. આશાવાદ સાથે આગળ વધો. તુલા (Libra) - Ace of Swordsસ્પષ્ટતાનો સમય! મૂંઝવણ દૂર થશે અને તમને સત્યનું દર્શન થશે. એક નવો વિચાર કે નવો રસ્તો તમારી લાઇફ બદલી શકે છે. વૃશ્ચિક (Scorpio) - The Strengthતમારા અંદરનો આત્મવિશ્વાસ જ તમારું સૌથી મોટું હથિયાર છે. નમ્રતા અને મક્કમતા સાથે તમે ગમે તે પરિસ્થિતિ જીતી શકશો. ધન (Sagittarius) - Ace of Wands (Reverse)કદાચ થોડા ઉત્સાહની કમી વર્તાય. ઉતાવળમાં નિર્ણય ન લેતા, અત્યારે શાંતિથી વિચારવાનો અને યોગ્ય સમયની રાહ જોવાનો સમય છે. મકર (Capricorn) - 4 of Wandsઉજવણીનો સમય છે! પરિવાર કે મિત્રો સાથે ખુશીની ક્ષણો વિતાવશો. સફળતાની મીઠાશ માણવાનો આ સમય છે. કુંભ (Aquarius) - Queen of Swordsતમારું વિશ્લેષણ અને તર્કશક્તિ આજે ખૂબ પાવરફુલ છે. લાગણીઓમાં વહી જવાને બદલે બુદ્ધિનો ઉપયોગ કરો, ફાયદામાં રહેશો. મીન (Pisces) - 8 of Wandsઘટનાઓ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. નવી તકો અને સમાચાર તમારા દરવાજે ટકોરા મારી રહ્યા છે. તૈયાર રહો! આ એક સામાન્ય આગાહી (General Prediction) છે. જો તમે તમારા જીવનના ચોક્કસ પાસાઓ વિશે માર્ગદર્શન મેળવવા માંગતા હોવ, તો તમે મારી સાથે પર્સનલ કન્સલ્ટેશન બુક કરી શકો છો. તમારી પર્સનલ રીડિંગ બુક કરવા માટે અહીં ક્લિક કરો: https://soulsjourney.co.in/