મોરબી : મોરબીના ઉમિયાનગર સોસાયટીમાં અઠવાડિયાથી રાત્રે સ્ટ્રીટ લાઈટ બંધ હોવાના લીધે અંધારપટ છવાય જાય છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે. મોરબીના શનાળા રોડ પર ઉમીયા સર્કલ પાસે આવેલ ઉમીયાનગર સોસાયટીમાં આશરે છેલ્લા 8 દીવસથી સ્ટ્રીટ લાઈટ બંધ છે. જેના કારણે રાત્રે સ્થાનિકોને બહાર નીકળવામાં મુશ્કેલી પડે છે. તેમજ રાત્રીના સમયે વાહનચાલકો અને રાહદારીઓના માથે સતત અકસ્માતનું જોખમ તોળાતું રહે છે. સતત અઠવાડિયાથી સ્ટ્રીટ લાઈટ બંધ હોવા છતાં નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નથી આવી રહી. આમ, આવા અણધડ વહીવટના કારણે સ્થાનિકોમાં નગરપાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે.