મોરબી : મોરબી પંથકમાં ઘડિયા લગ્ન લેવાનો પ્રેરણાદાયી સિલસિલો હાલ સુધી યથાવત રહ્યો છે. લોકો જાગૃત બનીને ઘડિયા લગ્ન તરફ વળી રહ્યા છે. ત્યારે નેશડા ગામે આજે વધુ એક ઘડિયા લગ્ન લેવામાં આવ્યા હતા. મોરબીના નેશડા ગામે ભાડજા શાંતિલાલ ગોરધનભાઇના સુપુત્ર ધવલના લગ્ન નાનભેલા નિવાસી હસમુખભાઈ લવજીભાઈ કાવટની સુપુત્રી હેમાંગી સાથે નિર્ધારેલ હોય આજ રોજ બન્ને પરિવારે ધામધૂમથી લગ્ન કરીને પૈસા અને સગા સ્નેહીઓના સમયનો ખર્ચ ન કરીને ઘડિયા લગ્ન લેવાનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. આ બન્ને પરિવારોએ પોતાના સંતાનોના ઘડિયા લગ્ન કરાવીને અન્ય ગ્રામજનોને પણ પ્રેરણા પુરી પાડી છે.