મોરબી : મોરબીમાં સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિકનો પ્રશ્ન જોવા મળે છે. તેવામાં લગ્ન ગાળાની સિઝન હોય, આજે મોટા પ્રમાણમાં લગ્નો હોવાથી અનેક મુખ્ય રોડ ઉપર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાંજના 7 વાગ્યાના અરસામાં વાવડી ચોકડી, પંચાસર ચોકડી, શનાળા બાયપાસ, રાજપર ચોકડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિકજામ સર્જાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.