વેબીનારમાં જોડાવવા ઇચ્છુકોએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત મોરબી : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા તા. ૦૧/૦૨/૨૦૨૧ થી તા.૦૬/૦૨/૨૦૨૧ દરમિયાન યુવક નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર માટે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનારમાં જોડાવા ઇચ્છુક ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓએ સાદા કાગળ પર પોતાનું નામ, સરનામું, જન્મતારીખ, ઉંમર, મોબાઈલ નંબર જેમાં વોટ્સએપ હોય, આધારકાર્ડ નંબર જેવી વિગત લખી તા.૧૩/૦૧/૨૦૨૧ સુધી કચેરીના -ઇમેઇલ એડ્રેસ dydomorbi36@gmail.com પર મેઇલ કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.