વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા અંગે મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ લવાશે મોરબી : હાલની પરિસ્થિતીને ધ્યાને રાખી આઇ.ટી.આઇ. દ્વારા એડમિશન પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવે છે. જેમાં ઉમેદવારોને એડમિશન માટે કઈ વેબસાઇટ, આઇટીઆઇ માં ક્યાં ક્યાં ટ્રેડ માં કેટલી બેઠક, ક્યાં ડૉક્યુમેન્ટ, ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી મળી રહે એ હેતુથી મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આઇટીઆઇ એડમિશન પ્રક્રિયા અંગે ઓનલાઈન વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. જે તા.૧૨/૦૭/૨૦૨૧ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે google meet ના માધ્યમથી આપેલી લિન્ક https://meet.google.com/ifp-kjxk-cgq દ્વારા જોઇન્ટ થઈ શકાશે. Google Play Store માંથી google meet એપલીકેશન ડાઉનલોડ કરી શકાશે. આ અંગે વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ- રૂમ નં.૨૧૪ થી ૨૧૬ મોરબી. તેમજ રોજગાર સેતુ હેલ્પલાઇન નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી જોબનપુત્રાની યાદીમાં જણાવેલ છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..