મોરબીના એસોસીએશન ઓફ પીડીયાટ્રીશિયન દ્વારા મહત્વપૂર્ણ આયોજન મોરબી : મોરબીના એસોસીએશન ઓફ પીડીયાટ્રીશિયન દ્વારા બાળકો અને કોરોનાની ત્રીજી લહેર અંગે આજે વેબીનાર યોજવામાં આવનાર છે. મોરબીના એસોસીએશન ઓફ પીડીયાટ્રીશિયન દ્વારા 'બાળકો અને કોરોનાની ત્રીજી લહેર-A to Z' વિષય અંગે આજે તા.18 ને શુક્રવારે રાત્રે 9:30 કલાકે વેબિનારનું યોજાશે. જેમાં નિષ્ણાત ડો. રમેશ બોડા, ડો. હસમુખ સવસાણી, ડો. સંદીપ મોરી, ડો. ભાવેશ પરમાર અને ડો. અંકિત સિણોજીયાા માર્ગદર્શન આપશે. આ મીટીંગ ઝૂમ પ્લેટફોર્મ તથા ડોક્ટર રમેશ બોડાના ફેસબુક પેજ પર લાઈવ માણી શકાશે. ઝૂમ મીટીંગમા જોડાવા માટે https://us02web.zoom.us/j/82200166748 અથવા ફેસબુકમાં https://www.facebook.com/ramesh.boda.7 પર ક્લિક કરવાનું રહેશે. પ્રથમ 100 પાર્ટિસિપન્ટ્સ ઝુમ મિટિંગમાં જોઈન્ટ થઇ શકશે. બાકીના લોકો ફેસબૂક પર લાઈવ જોઈ શકશે. તેમ યાદીમાં જણાવ્યું છે.