મોરબી : મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આવતીકાલે શુક્રવારે ખાતરના કાર્યક્ષમ ઉપયોગ અંગે વેબિનારનું આયોજન કરવામાં આવનાર છે. મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આવતીકાલે તારીખ ૧૮/૬/૨૦૨૧ ના રોજ ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ, પાકમાં જુદા-જુદા તત્વોની ઉપયોગિતા, ડ્રિપ દ્વારા ખાતર આપવાની માહિતી વગેરે વિષય પર એક વેબીનારનું આયોજન કરેલ છે. જેમાં વક્તા તરીકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જુદા-જુદા વિભાગના વૈજ્ઞાનિકો છે. આ વેબીનાર ઝૂમ એપ્લિકેશન પર સવારે 9થી 12-30 યોજવામાં આવશે. આ વેબીનારમાં જોડાવા માટે https://us04web.zoom.us/j/4717567224?pwd=MmFPWjRhRGxsQWNJSDJUUzFqaFBoUT09 પર ક્લિક કરી મિટિંગ આઇ.ડી. 471 756 7224 અને પાસકોડ 5AKcrX સબમિટ કરવાનો રહેશે.