ગુજરાતથી પશ્ચિમ બંગાળ સુધી શિયર ઝોન અને લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં મધ્યમથી ભારે વરસાદની શક્યતામોરબી : રાજ્યમાં આજથી 28 જુલાઈ સુધી સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ગુજરાતથી પશ્ચિમ બંગાળ સુધી એક શિયર ઝોન સક્રિય થયો છે. આ સાથે, એક UAC મધ્ય બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશના કાંઠે અને બીજું UAC વેસ્ટ રાજસ્થાન ઉપર સક્રિય છે. રાજસ્થાનથી ગુજરાત અને MP થઈને એક ટ્રફ બંગાળની ખાડી સુધી સક્રિય છે. આગામી 24 કલાકમાં MP લાગુ ગુજરાત-રાજસ્થાન બોર્ડર ઉપર એક લો-પ્રેશર સિસ્ટમ બને તેવી શક્યતા છે. આ તમામ પરિબળોને લીધે ગુજરાતમાં વરસાદી માહોલ જામશે.આ સિસ્ટમની અસરથી ઉત્તર ગુજરાતના લગભગ તમામ વિસ્તારો તેમજ મધ્ય-પૂર્વ ગુજરાતના ગોધરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, લીમડી અને ધોળકા વિસ્તારમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. બાકીના પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે વરસાદનો આધાર સિસ્ટમના ટ્રેક ઉપર રહેશે. જો સિસ્ટમનો ટ્રેક પશ્ચિમ તરફ રહેશે, તો મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. જો સિસ્ટમ થોડી ઉપર રહેશે, તો આ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે.(માહિતી : રમેશ બસિયા - નાના ખીજડીયા, ટંકારા)#MorbiUpdate #GujaratWeather #RainForecast #MorbiRain #SaurashtraWeather #WeatherUpdate #Monsoon #GujaratMonsoon