અમે અગાઉ મુદ્દાસર 6 માંગણી લેખિતમાં આપી, તેનો લેખિતમાં વળતો જવાબ મળે તેવી સ્પષ્ટ વાત જ કહી હતી, જ્યાં સુધી એવું નહિ થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ જ રહેશે : ઉપવાસી નેહુલ અમૃતિયામોરબી : જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના આજે 11માં દિવસે સરકાર દ્વારા ખેડૂતોને ચર્ચા કરવા માટે લેખિત આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે ખેડુતોએ આ આમંત્રણ પત્રનો અસ્વીકાર કર્યો છે. સાથે જ એલાન આપવામાં આવ્યું છે કે જ્યાં સુધી અમારા 6 મુદ્દાઓના વિવરણ સાથે આમંત્રણ ન મળે ત્યાં સુધી અમે ગાંધીનગર નહિ જઈએ.ઉપવાસી નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, આજે SDM અને DYSP માત્ર એક લેટર લઈને આવ્યા હતા, જેનું વાંચન કર્યા બાદ અમે તેનો અસ્વીકાર કર્યો છે. અમે સરકાર અને ઉર્જા વિભાગ પાસે માંગ કરી છે કે અમારી 6 મુદ્દાની જે રજૂઆત છે, તેમાં સરકાર કયા મુદ્દાઓ 100% સ્વીકારે છે અને કયા મુદ્દાઓમાં ફેરફાર (પ્લસ-માઈનસ) કરવા માંગે છે. ખેડૂતોમાં સરકાર પ્રત્યે અવિશ્વાસ ઉભો થવાનું કારણ આપતા નેહુલ અમૃતિયાએ કહ્યું કે, છેલ્લા 8 મહિનાથી દ્વારકા અને કોંઢ સહિતની જગ્યાઓએ ખેડૂતો રજૂઆત કરવા ગયા, પરંતુ તેમને માત્ર મૌખિક આશ્વાસન જ મળ્યા છે. આથી, જ્યાં સુધી સરકાર લેખિતમાં આમંત્રણ અને માંગણીઓ પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરતો પત્ર નહીં આપે, ત્યાં સુધી કોઈ પણ ખેડૂત ગાંધીનગર ચર્ચા કરવા જશે નહીં. અમારી પાસે પણ ટેકનિકલ જાણકારો છે, સરકાર લેખિતમાં આપે તો અમે તેનો અભ્યાસ કરીને આગળની ચર્ચા ટેબલ પર કરી શકીએ.વધુમાં નેહુલ અમૃતિયાએ સ્પષ્ટ કર્યું હતું કે, આ આંદોલન હવે માત્ર જેતપર પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતો આમાં જોડાઈ રહ્યા છે. જ્યાં સુધી ઉર્જા વિભાગ અને મુખ્યમંત્રી તરફથી ખેડૂતોની માંગણીઓ મુદ્દે લેખિતમાં જવાબ નહીં મળે ત્યાં સુધી આ આમરણાંત ઉપવાસ ચાલુ રહેશે. ભલે ખેડૂતના શરીરમાંથી જીવ નીકળી જાય, પણ ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.ખેડુતોએ સરકાર સમક્ષ મુકેલી 6 માંગણીઓ(1) કેન્દ્ર સરકાર ઉર્જા વિભાગ ની તા. 14/06/2024 ની ગાઇડલાઇનમાં ટાવર વિસ્તાર માટે MRC કમીટી દ્વારા બજાર કિંમત નક્કી કરી છે તેના 200% નો ઉલ્લેખ છે. પરંતુ રાજસ્થાન સરકારે હાઈ વોલ્ટેજ લાઈન હોવાથી ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડના વધારાના 200% એટલે કુલ 400% આપ્યા છે. તો અમને પણ 400% આપવામાં આવે, તે જંત્રીના નહિં, બજાર કિંમતના આપવામાં આવે.(2) ROW માટે 21/03/2025 ની ગાઇડલાઇનમાં MRC કમીટી દ્વારા બજાર કિંમત નક્કી થાય તેના 30%, 45% અને 60% આપવાનો ઉલ્લેખ છે. પરંતુ હાઇટેન્શન લાઇનમાં ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ થાંભલાના ક્ષેત્રફળમાં અને તારના ક્ષેત્રફળમાં એટલે કે બન્નેમાં હોય છે. માટે ROW વિસ્તારમાં અમને 200% વધારે એટલે કે કુલ 230%, 245% અને 260% આપવામાં આવે.(3) જમીનની બજાર કિંમત નક્કી કરવા D.L.V.C કમીટી નહીં પરંતુ 21/03/2025 ની ગાઇડલાઇન પ્રમાણે MRC કમીટીની રચના કરવાની રહેશે.(4) કેન્દ્ર સરકાર ઉર્જા વિભાગ ની તા. 14/06/2024 ની ગાઇડલાઇનના પોઇન્ટ નંબર (9) પ્રમાણે સંપૂર્ણ વળતર (ટાવર વિસ્તારનું, ROW વિસ્તારનું, પાક નુકસાનીનું તથા અન્ય નુકસાન) એક હપ્તામાં અને એ પણ એડવાન્સમાં આપવામાં આવે.(5) TSP કંપની ટેલીગ્રાફ એકટ 1885 ની કલમ 10(d) મુજબ સંપૂર્ણ નુકસાનીનું વળતરનો હુકમ ટેલીગ્રાફ ઓથોરીટી કંપની ખેડૂતોને આપે. અને આ હુકમ કલેકટર કચેરીમાં જમા કરાવે પછી જ કલેકટર કલમ 16(1) હેઠળની પ્રોસીડીંગ ચાલુ કરે.(6) ઉપર આપેલ પોઇન્ટ નંબર (1) થી (4) કેન્દ્ર સરકાર ઉર્જા વિભાગની ગાઇડલાઇન 14/06/2024 અને 21/03/2025 માં સુધારો કરીને, બાકીનું બધું કેન્દ્ર સરકારની ગાઇડલાઇન 14/06/24 & 21/03/2025 માં છે તે પ્રમાણે જ રાખીને ગુજરાત ઉર્જા વિભાગ ખેડૂત હિતેચ્છુ નવો પરીપત્ર બનાવે તેવી આશા છે.#MorbiUpdate #Jetpar #KisanAndolan #FarmersProtest #NehulAmrutiya #GujaratFarmers #MorbiNews #EnergyDepartment #JetparFarmers