કુબેરનગર નાલાનો પ્રશ્ન ચોવીસ કલાકમાં હલ કરાવતા ભાજપના ઉમેદવાર : વોર્ડ નંબર-1માં ભાજપની પેનલને વિજય વિશ્વાસ આપાવતા મતદારો મોરબી : મોરબી શહેરના વોર્ડ નંબર -1 હેઠળ આવતા વિસ્તારોનો વિકાસ રૂંધાયો છે ત્યારે આ વખતે ચૂંટણીજંગમાં મેદાને આવેલા પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના ઉમેદવાર દેવાભાઇ અવાડીયાએ આગામી ત્રણ મહિનામાં જ ધૂળની ડમરી ઉડી રહી છે તેવા વાવડી રોડને રાજકોટના કાલાવડ રોડ જેવો બનાવવાનું વચન આપ્યું છે સાથો - સાથ કુબેરનગરના વર્ષો જુના નાલાનો પ્રશ્ન 24 કલાકમાં જ ઉકેલી નાખી વડોદરાથી રાતો-રાત વિશાળ સિમેન્ટ પાઇપ મંગાવી કામગીરી શરૂ કરાવી હોવાનું જણાવ્યું છે. શહેરના વોર્ડ નંબર -1 હેઠળ વાવડી રોડ, નવલખી રોડ, પંચાસર રોડની અનેક સોસાયટીઓનો સમાવેશ થાય છે, મુખ્યત્વે આ વિસ્તારમાં રસ્તાં અને ગટરનો પ્રશ્ન મુખ્ય છે ત્યારે મોરબી નગર પાલિકાના વોર્ડ નંબર-1માં આ વખતે ભાજપ દ્વારા અનુભવી અને શિક્ષિત ઉમેદવાર એવા દેવાભાઇ પરબતભાઇ અવાડીયા, રાજેશભાઈ ચીમનલાલ રામાવત, જિજ્ઞાસાબેન અમિતભાઇ ગામી અને નિર્મળાબેન મોરારજીભાઈ કંઝારિયાને આ વિસ્તારના વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે.ગઈકાલે વોર્ડ નંબર-1ના મધ્યસ્થ કાર્યાલયનો શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા અને ભાજપ અગ્રણી પ્રદીપભાઈ વાળાની ઉપસ્થિતિમાં શુભારંભ કરી જંગી જાહેરસભા યોજવામાં આવી હતી. આ જાહેરસભાના મંચ ઉપરથી મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના ઉમેદવાર દેવાભાઇ અવાડીયાએ મતદારોને વચન આપતા જણાવ્યું હતું કે ધૂળની ડમરી ઉડાવતો વાવડી રોડ આગામી ત્રણ મહિનામાં જ રાજકોટના કાલાવડ રોડ ને ટક્કર મારે તેવો બની જશે ઉપરાંત કુબેરનગર 1,2,અને ત્રણની વર્ષો જૂની નાલાની સમસ્યા 24 કલાકમાં જ ઉકેલવાની ખાતરી આપી હતી અને વડોદરાથી રાતો-રાત સ્વ ખર્ચે મોટા કદના સિમેન્ટ પાઇપ મંગાવી લેતા આજે આ પાઇપ મોરબી ખાતે આવી પહોંચ્યા હતા એ જ રીતે શ્રીગણેશનગરનો પાણી પ્રશ્ન, ગાયત્રીનગર, ન્યુ કુબેર, કારિયા સોસાયટી, ઉમિયા સોસાયટી, ભગવતીપરા અને બાવરાની વાડી વિસ્તારના પ્રશ્નોને પણ ત્વરિત ઉકેલવા ખાતરી આપી હતી. જાહેરસભામાં મહત્વની બાબત એ હતી કે કોંગ્રેસના પીઢ અગ્રણી અને ટિકિટના દાવેદાર એવા ગૌરીબેન દસાડિયાને ટિકિટ ન આપવામાં આવતા ગઈકાલે દસ કાર્યકર્તાઓ સાથે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા આ ઉપરાંત મુસ્લિમ અગ્રણી હનીફભાઇ પરમાર,નસીમબેન પરમાર,આરીફભાઇ પરમાર,મહંમદભાઈ પરમાર, તેમજ મનોજભાઈ દરજી,દીપકભાઈ બ્રાહ્મણ અને ગીતાબેન બ્રાહ્મણ સહિતના કોંગ્રેસના કાર્યકરોએ પણ પંજાનો સાથ છોડી કેસરિયો ખેસ ધારણ કરી ભાજપના પ્રચાર કાર્યમાં જોડાઈ ગયા છે. હાલમાં વોર્ડ નંબર-1માં વાવડી રોડ,સરદાર પટેલ ચેમ્બરની બાજુમાં ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ધમધમી રહ્યું છે અને વોર્ડ ઇન્ચાર્જ ત્રિભોવનભાઇ સેરસીયાની આગેવાની અને માર્ગદર્શન હેઠળ વોર્ડ પ્રભારી મુકેશભાઈ વ્યાસ, વિનુભાઈ પનારા, વસંતભાઈ ગોરીયા, ભરતસિંહ પરમાર, અજયભાઇ ગરચર, ચંદ્રકાન્તભાઈ સુતરિયા, રાજુભાઈ કોળી, મનસુખભાઇ કંઝારિયા, વિજયભાઈ લોકિલ,મહેશભાઈ દેત્રોજા, દર્શનભાઈ જોશી, ધનસુખભાઇ સેરસીયા, જયદીપસિંહ રાઠોડ, જીલાભાઇ પ્રજાપતિ,કાંતિભાઈ ખોખર અને ઘનશ્યામભાઈ સવસેટા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત બની ભારતીય જનતા પાર્ટીને ઝળહળતી જીત અપાવવા કામગીરી કરી રહ્યા છે.