વિદેશી મોબાઈલમાં દેશપ્રેમના મેસેજ કરી આપણે ગર્વ અનુભવીએ છીએ, આ છે હાથીના દાંત જેવી માનસિકતા અને વ્યવહાર વર્તન : જયસુખભાઈ પટેલ 'સમસ્યા અને સમાધાન' પુસ્તકમાં ભારતીયોની દંભી માનસિકતા અંગે ગહન ચિંતન કરી ચાબખા મારતા મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલ આપણામાં રાષ્ટ્ર પ્રત્યેની લાગણી ફકત બોલવા માટે છે, આચરણ કે વર્તન માટે નથી. જેના કારણે આપણો દેશ કયારેય પણ દુનિયામાં આગવું સ્થાન ધરાવી શકશે નહીં : જયસુખભાઈ પટેલ પાંચેક હજાર વર્ષ પૂર્વે કૌરવ અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્રમાં યુધ્ધ થયેલું. તે યુધ્ધનું નામ મહાભારત. આ એ જ મહાભારતની વાત છે જે છેક અફઘાનિસ્તાનથી લઈ સુમાત્રા, જાવા ટાપુઓ સુધી વિસ્તરેલું હતું. જેમાં આજના બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, વિયેતનામ, કમ્બોડિયા, લાઓસ, શ્રીલંકા જેવા પ્રદેશોનો સમાવેશ થતો હતો. કાળાંતરે આ વિસ્તારો મહાભારતમાંથી વિખૂટા પડતા ગયા કે પાડવામાં આવતા ગયા અને છેલ્લે જે બચ્યું તે આજનું ખંડિત ભારત. અંગ્રેજોની ગુલામીમાંથી 1947માં આપણો દેશ આઝાદ થયો તે તો ખંડિત ભારત હતું. મહર્ષિ અરવિંદ ઘોષની મહેચ્છા અને મતાનુસાર અખંડ ભારતવર્ષની આઝાદી ન હતી. અખંડ મહાભારતનો નકશો શ્રીઅરવિંદના સાહિત્ય અને પોંડિચેર આશ્રમમાં સચવાયેલો છે. અખંડ ભારતવર્ષ એટલે મહાભારત! વાંચકોને લેખના પ્રારંભમાં મહાભારત યુગના અખંડ ભારતની યાદ અપાવી જયસુખભાઈ પટેલ આગળ સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે આપણે ભારતીયો પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને વૈભવી વારસાનું ગૌરવ લઈએ છીએ. પણ વ્યવહારજીવનનાં આચરણમાં ઉણા ઉતરીએ છીએ. સ્વચ્છતાની જ વાત કરો ને ? ઘર અને ઘરના આંગણાની સફાઈ કેવી રાખીએ છીએ ? બહુ જ સહજતાથી જાહેર સ્થળોએ થુંકવું કે કચરો ફેંકીએ છીએ. બસ, રેલવે, જાહેર શૌચાલયોની હાલત આપણે કેવી કરી નાખીએ છીએ. ગંદકી આપણને કોઠે પડી ગઈ છે ! ગાંમડાથી માંડી શહેરી વિસ્તારોમાં ગંદકી જ ગંદકી જોવા મળે છે. સરકારના સ્વચ્છતા અભિયાનની દસેક ટકા જેવી અસર દેખાય છે. આપણે આપણા ભુતકાળમાં ડોકીયું કરીએ તો આપણે બધા એટલે કે 'ઈન્ડિયા' ના લોકોની વિચારો, વૃતિ, વર્તન, કાર્યો વગેરે એકદમ સ્વાર્થી, ટુંકી દ્રષ્ટિ, લોભી માનસિકતા, ઓછી મહેનતથી વધારે લેવાની વૃત્તિ અને પોતાના સ્વાર્થ માટે દેશ, કુટુંબ, ભાઈ, પિતા બધાને દગો, વિશ્વાસઘાત આપવાનો આપણો ઈતિહાસ છે જે આપણા 'DNA'માં પણ છે. કંસે સગા બેનબનેવીને અને પિતા ઉગ્રસેનને જેલમાં પુરેલા, પુત્ર કોળિકે પોતાના પિતા મહારાજા શ્રેણિકને પિંજરા માં કેદ કરેલા. આપણા દેશમાં મુઠીભર આવેલ મુસલમાનોએ હજારો વર્ષ સુધી શાસન કરેલું, જેનું મુખ્ય કારણ પણ એ જ હતું કે ઘર ફૂટે ઘર જાય અને પોતાનો 'નીજી' સ્વાર્થ જ હતો. આપણા ઈતિહાસમાં ઘણી બધી આવી ઘટનાઓ પણ છે કે પોતાના નીજી સ્વાર્થ કે લાભ માટે પોતાની બહેન, દીકરીઓના લગ્ન પણ કરાવતા. આજે 70 વર્ષ પછી પણ આપણે જે અંગ્રેજોની 200 વર્ષ સુધી જે ગુલામી કરેલ તે ભુલી શકતા નથી. આપણે આજે પણ ફકત 'ઈંગ્લીશ’માં વાત કરવા વાળાને બુધ્ધિશાળી, હાયર એજયુકેટેડ લોકો ઈંગ્લીશમાં વાત કરવા માટે 'ગૌરવ' માને છે અને સામાન્ય લોકો ઉપર રોફ જમાવે છે. આ આપણી 'માનસિકતા' છે. આજે પણ આપણી રાષ્ટ્રભાષામાં વાત કરવામાં નાનપ અનુભવીએ છીએ. આપણે બધા હજુ પણ દરેક જગ્યાએ ગોરી પ્રજા તરફ કરવામાં આવેલ નિવેદન, વાત કે કામને ખુબ જ ઉત્સાહપુર્વક તેની ઉપર ગંભીરતા લઈએ છીએ. પરંતુ આજ વાત જો કોઈ 'ભારતીય' કરે તો તેની ઉપર કોઈ જ ધ્યાન આપતા નથી કારણ કે આપણી માનસિકતા આજે પણ વર્ષોથી કરેલ 'ગુલામીની' છે. આમ લખી મોરબી સ્થિત ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલ હકીકત પર પ્રકાશ પાડતા આગળ લખે છે કે.. આપણે જયારે કોઈ પ્રોડકટ, બ્રાન્ડ, કવોલીટી બાબતની ચર્ચાઓ કે નિવેદનો કરીએ તો આપણે હંમેશા બહારની પ્રોડકટ, બ્રાન્ડ, કવોલીટીને હંમેશા હાઈકલાસ માનીએ છીએ. જયારે ઈન્ડિયન પ્રોડકટ, બ્રાન્ડ, કવોલીટી માટે આપણે 'લોઅરકલાસ' ની માનસિકતા ધરાવીએ છીએ. તેનું મુખ્ય કારણ એ જ છે કે આપણે ભારતીય કયારેય પણ આપણી જાતને 'હાયરકલાસ' માનતા નથી. આપણે હંમેશા આપણી જાતને 'લોઅર કલાસ' માનીએ છીએ અને આપણુ વર્તન વ્યવહાર પણ એ જ મુજબ કરીએ છીએ. આપણે ભારતીય હંમેશા સ્વાર્થી છીએ. આપણે બધા બે નંબર માલ (ટેક્સ વગર માલ) પરચેઝ કરીએ છીએ અને હંમેશા બીજાએ બધુ કરવું જોઈએ. હું નહીં કરું તો કોઈ ફર્ક પડશે નહી એવું માનીએ પણ છીએ. આપણે ફકત 5 થી 10 ટકા જેવી સસ્તી પ્રોડકટ જે ભલેને 'સમ્લીંગ' અથવા 'ગેરકાયદેસર' રીતે આવેલ હોય. પરંતુ સસ્તું હશે તો ખરીદશું. અને બીજાને ઉપદેશ, S.M.S., વોટસઅપમાં 'વંદેમાતરમ' અને 'ભારત માતા કી જય'ના નારાઓ દેશભકત, રાષ્ટ્રપ્રેમીની જેમ એકબીજાને ફોરવર્ડ કરીને રાષ્ટ્રભકત, દેશપ્રેમી હોવાનો ગર્વ અનુભવીએ છીએ, આ છે હાથીના દાંત જેવી આપણી માનસિકતા અને વ્યવહાર વર્તન છે. આજે ઈન્ડિયામાં ચાઈનાથી થતું ગેરકાયદેસર 'ઈમ્પોર્ટ’થી ડે ટુ ડે ની જરૂરિયાતની બધી જ વસ્તુ મળે છે. સામે ઈન્ડિયામાં બનેલી વસ્તુઓ પણ મળે છે. છતાં પણ ગેરકાયદેસર ઈમ્પોર્ટ થયેલ પ્રોડકટ આપણે ખરીદીએ છે. દેશના કરોડો લોકોનો રોજગાર જે આ નાની ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મળે છે. તેને નજરઅંદાજ કરીએ છીએ. એ જ રીતે આપણે બધા ઈ–ટ્રેડીંગ દ્વારા મળતી સસ્તી પ્રોડકટ ખરીદીએ છીએ પણ એની સામે કરોડો લોકોના રોજગાર આપણા નાના દુકાનદારો, કેબીન, લારી ગલ્લા, ફેરિયા વગેરેના બીઝનેસ ઉપર અને તેમના 'રોજગાર' ઉપર કેવડી મોડી અસર થશે તેનો વિચાર કરતા નથી. આપણે ભારતીયો ફકત ને ફકત સ્વાર્થીવૃત્તિ, ગુલામીમાનસ, બીજાએ જ બધું કરવાનું, વગર મહેનત મફતમાં મેળવવું, વધારે લાભ લેવો, અનૈતિકતા, હીન વિચારો, ડરપોકપણું, મોટી મોટી વાતો કરીએ છીએ. આથી, જયસુખભાઈ પટેલના મતે આપણામાં રાષ્ટ્ર પ્રત્યેની લાગણી ફક્ત બોલવા માટે છે આચરણ કે વર્તન માટે નથી. જેના કારણે આપણો દેશ કયારેય દુનિયામાં આગવું સ્થાન ધરાવી શકશે નહીં. આમ, જયસુખભાઈ પટેલ 'સમસ્યા અને સમાધાન' પુસ્તકના આ લેખમાં ભારતીયો ગુલામી અને સ્વાર્થી માનસિકતા ધરાવતા હોવાનું બેધડક કહે છે. તેઓ ભારતીયોનો દંભ છતો કરવામાં ખચકાતા નથી. જે આપણને ન ગમતી વાત હોય શકે છે પરંતુ દેશના વિકાસ અને વ્યક્તિગત પ્રગતિ માટે આપણી નકારાત્મક...