લાખો ટન માલસામાન અને લાખો પ્રવાસીઓની રોજીંદી હેરફેર કરતી ઈન્ડિયન રેલ્વે આપણા દેશની કરોડરજ્જુ સમાન : જયસુખભાઈ પટેલ રેલ્વેનો આપણે 90થી 95%ની એફિસિયન્સીથી ઉપયોગ કરીએ તો દેશના જી.ડી.પી.માં ઘણી જ મોટી વૃદ્ધિ થઈ શકે તેમ છે! : જયસુખભાઈ પટેલનું મંતવ્ય 'સમસ્યા અને સમાધાન' પુસ્તકમાં દુનિયાના સૌથી મોટા નેટવર્ક ઇન્ડિયન રેલ્વેમાં જરૂરી સુધારાઓ સૂચવતા ઉદ્યોગકાર જયસુખભાઈ પટેલ ઇન્ડિયન રેલ્વેનું આપણા દેશમાં કદાચ દુનિયાનું સૌથી મોટું નેટવર્ક છે. રોજ લાખો ટન કાર્ગો અને કરોડો લોકો પરિવહન માટે આ નેટવર્કનો ઉપયોગ કરે છે. આ રેલ્વે નેટવર્કમાં આઝાદી પછી, લગભગ 80 વર્ષથી સરકાર તેમાં નવું રોકાણ, અપગ્રેડેશન, નવા રૂટ, નવી લાઈનો, નવા સ્ટેશનો, નવા પ્લેટફોર્મ તથા દરેક જગ્યાએ અપગ્રેડેશન અને કેપેસિટી પણ વધારી રહી છે. આ ઈન્ડિયન રેલ્વે આજે આપણા દેશની ધોરી નશ સમાન છે. આ ઈન્ડિયન રેલ્વે જેટલી ઈકોનોમિકલી, ઝડપી અને સગવડતા ભરેલી છે એટલી જ દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપી રહી છે. આજે ઈન્ડિયન રેલ્વે આપણા દેશની કરોડરજ્જુ સમાન છે. ત્યારે મોરબીના અગ્રણી જયસુખભાઈ પટેલના મંતવ્ય પ્રમાણે જો આપણે આ ધોરી નશનો 90 ટકાથી 95 ટકાની એફિસિયન્સીથી ઉપયોગ કરીએ તો દેશના G.D.P. (જી.ડી.પી.- સકલ ઘરેલુ ઉત્પાદન)માં ઘણી જ મોટી વૃદ્ધિ થઈ શકે તેમ છે. આપણે કઈ રીતે ઈન્ડિયન રેલ્વે નેટવર્કની એફિસિયન્સીમાં વધારો કરી શકીએ? આ સવાલનો જવાબ આપતા જયસુખભાઈ પટેલ લખે છે કે તેમની દ્રષ્ટિએ કોઈપણ સમસ્યા અથવા ઈમ્પ્રુવમેન્ટ પ્રેકટિકલી શકય અને આર્થિક રીતે પરવડે તેવો અને કોર્મશિયલી વાયેબલ હોય તો જ તેનો બેનિફીટ મળી શકે. આપણા દેશમાં ઘણી બધી વખત કરવામાં આવેલા ઈમ્પ્રુવમેન્ટ કોર્મશિયલી, પ્રેકટિકલી, ઈકોનોમિકલી વાયેબલ હોતાં નથી, જેના કારણે ખરેખર જે 'બેનિફીટ' મળવો જોઈએ તે મળતો હોતો નથી. ઉદ્યોગકાર જયસુખભાઈ પટેલે 'સમસ્યા અને સમાધાન' પુસ્તકમાં ઇન્ડિયન રેલ્વેમાં જરૂરી સુધારાઓ સૂચવેલ છે. જે પૈકી એક સૂચન જોઈએ તો હાલ જે આપણી પેસેન્જર ટ્રેન, એકસપ્રેસ ટ્રેન, ફાસ્ટ ટ્રેન, સુપર ફાસ્ટ ટ્રેનો, ગુડઝ ટ્રેનો છે, તે બધાની સ્પીડમાં અંદાજે 15 ટકા વધારો કરવો જોઈએ અને જે દરેક સ્ટેશન ઉપર સ્ટોપેજનો સમય હોય તેમાં 15 ટકાનો ઘટાડો કરવો જોઈએ. એટલે કે 15 ટકાના સમયની બચત અથવા સમય ઓછો થવાથી આપણી રેલ્વેની એફિસીયન્સી જેવી કે સ્ટાફ, ઈન્ફ્રાસ્ટ્રકચર, પ્લેટફોર્મ, રેલ્વે ટ્રેક, કમ્પાર્ટમેન્ટ અને રેલ્વેની દરેક સંપતિ (ઈન્ફ્રાસ્ટ્રકચર)માં 15 ટકા જેવો વધારો થશે. આ વાત સરળતાથી સમજાવવા જયસુખભાઈ પટેલ એક દાખલો આપે છે કે દિલ્હીથી એક ટ્રેન હાલ અમદાવાદ પહોંચતા 12 કલાકનો સમય લે છે, એ જ ટ્રેન 12 કલાકના 15 ટકા ઓછો સમય એટલે કે 10 કલાક જેટલા સમયમાં દિલ્હીથી અમદાવાદ પહોંચશે તો અંદાજે 2 કલાક જેટલા સમયની બચત થવાથી રેલ્વેના દરેક ઈન્ફ્રાસ્ટકચર જેવા કે રેલ્વે ટ્રેક, ઓલ સ્ટાફ, કમ્પાર્ટમેન્ટ, પ્લેટફોર્મ જેવી દરેક પ્રોપર્ટી, ઈન્ફ્રાસ્ટ્રકચરની 15 ટકા જેવી એફિસીયન્સીમાં વધારો થશે અને ઘણી મોટી બચત સમયની સાથે એમાઉન્ટમાં પણ થશે અને ઇન્ડિયન રેલ્વે વધારે ઈકોનોમી થશે. આજ રીતે આપણે ગૂડઝ ટ્રેનોમાં પણ કરી શકીએ અને ગૂડઝ ટ્રેનોમાં પણ 15 ટકા જેવી સમયની બચત થવાથી બહુ જ મોટો બેનિફીટ દેશને થશે. આ રીતે જો આપણે સમયની બચત કરી શકીએ તો ઘણુ બધું ઓછા રોકાણો, નવી ટ્રેકસ, નવા ડબ્બાઓ, નવા વેગનોની જરૂરિયાત ઓછી ઉભી થશે અથવા આપણે એવું પણ કહી શકીએ આખા ભારતની ઈન્ડિયન રેલ્વેની કેપેસિટીમાં પંદર ટકા જેવો ઘણો જ મોટો વધારો થશે. આપણે બધા જાણીએ છીએ કે આજથી થોડા વર્ષ પહેલા ડોમેસ્ટીક એર સર્વિસમાં ફકતને ફકત ઇન્ડિયન એરલાઈન્સ, એર ઇન્ડિયા અને વાયુ દૂત એરની સર્વિસ જ આખા દેશમાં હતી. તે લોકો જે રીતે પ્લેનની એફિસીયન્સી અને એરપોર્ટ એફિસીયન્સીનો યુટિલાઈઝેશન કરતા તેના કારણે આ એરલાઈન્સને હંમેશા પ્રોબ્લેમનો સામનો કરવો પડતો અને તેઓ લિમિટેડ ફલાઈટ સર્વિસ આપી શકતાં, પરંતુ છેલ્લા 12થી 15 વર્ષમાં દેશમાં શરૂ થયેલી પ્રાઈવેટ એરલાઈન્સ કંપનીઓએ જે રીતે પોતાના ઈન્ફ્રાસ્ટકચર્સ, સ્ટાફ, સાધનો, પ્લેન વગેરેનો ઉપયોગ કર્યો છે. જયસુખભાઈ પટેલના મતે તેમાં બહુ જ મહત્વની બાબત એ છે સમયની, તેઓ 'સમય'ની ખૂબ જ બચત કરે છે. તેઓ મેન્ટેનન્સ, સફાઈ, લોડિંગ, અનલોડિંગ, ટેકઓફ, લેન્ડિંગ, લગેજ વગેરેનું એ રીતે ટાઈમ મેનેજમેન્ટ ગોઠવે છે કે જેના કારણે તેઓ પોતાના ઈન્ફ્રાસ્ટકચરનો અને સ્ટાફનો વધારેમાં વધારે ઉપયોગ કરીને ઈકોનોમીકલી વાયેબિલિટી મેળવી શકે છે. આ કારણે જ આજે દેશભરમાં મિડલ કલાસ તથા લોઅર-અપર કલાસના લોકો પણ એર સર્વિસનો ઉપયોગ કરતાં થયા છે. જયારે આજથી 10થી 15 વર્ષ પહેલા દેશમાં ફકત અપર કલાસના લોકો જ એર સર્વિસનો ઉપયોગ કરતા હતા. જયારે પ્રાઈવેટ કંપનીઓ આવવાથી ટાઈમ મેનેજમેન્ટમાં ઘણો જ મોટો સુધારો આપણને જોવા મળ્યો છે. એ જ રીતે ઈન્ડિયન રેલ્વે પણ જો ટાઈમ મેનેજમેન્ટ ઉપર ધ્યાન આપીને 15 ટકા સમયની બચત કરે તો આ દેશની G.D.P.માં એકથી દોઢ ટકાનો વધારો કરી શકાય, તેમ પોતાનું મંતવ્ય આપી ઉદ્યોગપતિ જયસુખભાઈ આગળ લખે છે કે તેમની દ્રષ્ટિએ ઈન્ડિયન રેલ્વેમાં 15 ટકા સમયની બચત કરવી એ પ્રેકટિકલી પોસિબલ છે. જો ફકત સિસ્ટમ અને ટાઈમ મેનેજમેન્ટ પર ભાર આપીએ તો જરૂર શકય બની શકે. આપણે બધા જાણીએ છીએ કે ચાઈના એક શકિતશાળી દેશ છે. તેની ઈકોનોમી ઘણી જ મજબુત છે અને દુનિયાભરમાં પોતાની પ્રોડકટ વેચાણ કરે છે. દરેક ક્ષેત્રમાં ચાઈના આજે દુનિયામાં No. 1 ઉપર છે. આજે ચાઈનામાં A / B / C / D એમ ચાર પ્રકારની ટ્રેનો, રેલ્વે ટ્રેકસ, પ્લેટફોર્મ, સ્ટેશનો હોય છે, આપણે ત્યાં આ રીતે કરવું પ્રેકટિકલી પોસિબલ નથી. આપણે આર્થિક રીતે ડેવલપમેન્ટ કરી શકીએ, પરંતુ આપણી પાસે જે ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્ડિયન રેલ્વે પાસે છે તેના યુટિલાઈઝેશનમાં 15 ટકાનો વધારો કરી શકીએ તેમ છીએ. અને તેનાથી દેશના ઘણા બધા પ્રોબ્લમો પણ ઓછા થશે અને દેશના આર્થિક વિકાસમાં પણ ખૂબ જ મોટી રાહત રહેશે એવું મોરબી સ્થિત ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલનું માનવું છે. તેઓ એમ પણ માને છે કે કોઈપણ સમસ્યાના સમાધાન જો આપણી મર્યાદા, આપણા રિસોર્સીસ, આપણી આર્થિક ક્ષમતાશકિતને...