નહેરૂગેટ ચોકમાંથી રેકડીધારકો તેમજ પાથરણાવાળાને હટાવતા તેઓએ કલેકટરને રજુઆત કરીમોરબી : મહાપાલિકાએ નહેરૂગેટ ચોકમાંથી રેકડીધારકો તેમજ પાથરણાવાળાને હટાવતા તેઓએ આ મામલે કલેકટરને રજુઆત કરી ત્યાં ધંધો કરવા દેવા માટે પાસ ઇસ્યુ કરી આપવાની માંગ કરી છે. કલેકટરને રજુઆતમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ રેકડીમાં તેમજ પાથરણા પાથરીને ધંધો રોજગાર કરે છે. આજ દિવસ સુધી કોઈપણ રીતે રસ્તામાં ટ્રાફીક થાય તેવી રીતે રેકડીઓ કે પાથરણા રાખેલ નથી. આશરે ૨૦ વર્ષ વધુ સમયથી આ વ્યવસાય કરીએ છીએ. આ વ્યવસાય થકી કુટુંબનું ગુજરાન ચાલે છે. બધાજ ગરીબ પરિવારના છીએ નાના કુટુંબના છીએ. તેઓના દ્વારા કોઈ ગેરકાયદેસર કામગીરી કરેલ નથી..કોઈ નડતરરૂપ થાય તેવી રીતે વ્યવસાય કરેલ નથી. આમ છતા વ્યવસાયના સ્થળ નગર દરવાજા ચોક વિસ્તારમાંથી દુર કરવાના પ્રયત્ન થઈ રહેલ છે. ધંધા-રોજગાર બંધ થાય તેવા પ્રયત્ન થઈ રહેલા છેતેઓ દ્વારા નગરપાલીકામાંથી આપવામાં આવેલ લોન પણ લીધેલ છે. જો ધંધા-રોજગાર બંધ થઈ જાશે તો અમે તેની ભરપાઇ કેવી રીતે કરશુ જેથી ધંધા-વ્યવસાયની જગ્યા ઉપર ધંધો કરવા દેવામાં આવે. વિકલ્પે મહાનગર પાલીકા દ્વારા સ્થાનિક જગ્યાનો પાસ ઈસ્યુ કરવામાં આવે તેવી માંગ છે.