તલાટી મંત્રીઓને હાલ અપાયેલા પાસવર્ડ બાદ આગળની જવાબદારી અંગે વિલેજ કોમ્પ્યુટરો દ્વારા રજુઆત કરાઈ મોરબી : પહેલી ઓક્ટોબરથી મગફળી વેંચાણની ઓનલાઈન નોંધણી શરૂ થતાં જ મોરબી જિલ્લાના આશરે ત્રણસો પૈકી અમુક કોમ્પ્યુટર ઓપરેટરો પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. ત્યારે ખેડૂતોને મુશ્કેલી ન પડે એ હેતુસર તંત્ર દ્વારા ગામના તલાટીઓને ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરીમાં જોતર્યા છે. જો કે, તલાટીઓને વીસીઈની કામગીરી સોંપતા જુના આઇડીના કોમ્પ્યુટરના પાસવર્ડ રિસેટ કરી તલાટીઓને આપવા પડ્યા છે ત્યારે મોરબી તાલુકાના તમામ વીસીઈ ઓપરેટરોએ ભવિષ્યમાં કોમ્પ્યુટર ગરબડીને લઈને પોતાની જવાબદારી નહીં રહે એવી જાણ તાલુકા વિકાસ અધિકારીને કરી છે. ઓનલાઈન પ્રક્રિયા ખોરંભે પાડીને પોતાની પડતર માંગણીઓ સ્વીકારાય એ માટે હળતાલનું શસ્ત્ર ઉગામનાર મોરબી જિલ્લાના તમામ વીસીઈએ મોરબી ટીડીઓને પત્ર લખી જાણ કરી છે કે અમારી હડતાળ બાદ અમારી આઇડીમાં હાલમાં ગામના તલાટીઓ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની ચાલુ થયેલી પ્રક્રિયા માટે તલાટીઓ કોમ્પ્યુટર ઓપરેટ કરી શકે એ માટે તેઓને નવા પાસવર્ડ રિસેટ કરી આપવામાં આવ્યા છે. ફોર્મ ભરવાની કામગીરી ઉપરાંત કૃષિ સહાયના ફોર્મ ભરવાની કામગીરી પણ હાલ ચાલુ છે ત્યારે ભવિષ્યમાં આ સંદર્ભે નાણાકીય કે અન્ય કોઈ સમસ્યા ઉપસ્થિત થયે વીસીઈની કોઈ જવાબદારી રહેશે નહીં તેવું મોરબી જિલ્લાના ઓપરેટરોએ જણાવીને આઇડી પાસવર્ડ માટે એનઆઈસી શાખા સાથે પરામર્શ કરી અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવા સૂચન કર્યું છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate