પોલીસ કાર્યવાહીના વિરોધમાં રિક્ષાચાલકો પરશુરામ પોટરી ખાતે એકત્ર થયા, શહેરના અનેક વિસ્તારોમાં રેલી સ્વરૂપે ફરી એસોસિએશન બનાવવા અંગે કરશે ચર્ચાhttps://youtu.be/LOgdzG-jpTYમોરબી : મોરબીમાં રિક્ષાચાલકો સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં રિક્ષાચાલકો દ્વારા આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં રિક્ષાચાલકોએ કહ્યું કે તેઓ નાના માણસો જ છે.જો કાર્યવાહી કરવી જ હોય તો મોટા વાહનો સામે પણ કરવામાં આવે. મોરબીમાં પરશુરામ પોટરી ખાતે આજે મોટી સંખ્યામાં રિક્ષાચાલકો એકત્રિત થયા છે. રીક્ષાચાલકોના જણાવ્યા અનુસાર તેઓ દ્વારા આજે રેલી કાઢવામાં આવશે. પ્રથમ તેઓ હાઉસિંગ બોર્ડ ખાતે જશે. ત્યાંથી માળિયા ફાટક, ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં ફરશે. અહીં તેઓ રિક્ષાચાલકો સાથે એસોસિએશન બનાવવા અંગે ચર્ચા કરશે. રિક્ષાચાલકોના જણાવ્યા અનુસાર મોટાભાગની રીક્ષા હપ્તે લીધેલી હોય છે. તેઓ રોજે રોજનું કમાઈને ઘરનું ગુજરાન ચલાવતા હોય છે. તેવામાં રિક્ષાચાલકોને ટાર્ગેટ બનાવીને કાર્યવાહી કરવામાં આવે તો રિક્ષાચાલકોના આખા ઘરને અસર થાય છે. જો કાર્યવાહી કરવી જ હોય તો તમામ મોટા વાહનો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.