મોરબીની ગ્લોબલ સ્કૂલના ચિત્ર શિક્ષક રાજેન્દ્ર ચૌહાણના અદ્ભુત જળરંગ ચિત્રોનું 25 થી 27 સપ્ટેમ્બર દરમિયાન પ્રદર્શનમોરબી અપડેટ : ગુજરાત લલિતકલા અકાદમી પ્રાયોજિત અને મોરબીના કળાપ્રેમીઓ માટે એક આકર્ષક તથા રંગીન અનુભવ લઈને આવી રહ્યું છે વિશેષ વોટર કલર પેન્ટિંગ એક્ઝિબિશન — 'ઇકોસ ઓફ અર્થ'.આ પ્રદર્શનમાં પ્રખ્યાત વોટર કલર આર્ટિસ્ટ અને મોરબીની ગ્લોબલ સ્કૂલના ચિત્ર શિક્ષક રાજેન્દ્ર ચૌહાણ દ્વારા જળરંગો (Watercolors) વડે તૈયાર કરાયેલાં અદ્ભુત ચિત્રો પ્રદર્શિત કરવામાં આવશે. કલા રસિકો માટે આ એક્ઝિબિશન આગામી તારીખ 25 થી 27 સપ્ટેમ્બર દરમિયાન રાજકોટ ખાતે આવેલી ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં યોજાવા જઈ રહ્યું છે.વોટર કલર શૈલી તેની પારદર્શકતા અને જીવંતતા માટે ખાસ જાણીતી છે, ત્યારે કલાના આ અદભુત સંગમને નિહાળવા અને આ વિશેષ પેન્ટિંગ એક્ઝિબિશનનો લાભ લેવા માટે મોરબી તેમજ રાજકોટના દરેક કલાપ્રેમીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #Rajkot #ArtExhibition #WatercolorPainting #EchoesOfEarth #GujaratLalitkalaAkademi #MorbiNews #MorbiUpdates #ArtLovers