રોડ ઉપર બારેમાસ પાણી ભરાઈ રહેતા વાહનચાલકોને હાલાકી : પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની માંગમોરબી : શહેરના મણિ મંદિર સામે બેઠા પુલ પાસે આવેલી દીવાલને અડીને એક પાણીની લાઈન પસાર થતી હોય જે ઘણા સમયથી લીકેજ હોય જેના કારણે મુખ્ય રોડ ઉપર બારેમાસ પાણી ભરાઈ રહે છે. આથી મેઇન રોડ ઉપર પાણી ભરાઈ રહેતા વાહનચાલકો ખાસ કરીને ટુવ્હીલરોને પસાર થવું માથાના દુખાવા સમાન થઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી બેઠા પુલ પાસે આવેલી દિવાલની બાજુમાંથી પાણીની લાઈન પસાર થાય છે. આ લાઈન જ્યારે ચાલુ કરવામાં આવે ત્યારે તેમાંથી પાણી સતત રોડ ઉપર વહેતું રહે છે. જેના કારણે થોડે આગળ મુખ્ય રોડ પર પાણીનું મોટું ખાબોચિયું ભરાઈ રહે છે. ચોમાસા દરમિયાન તો ઠીક પરંતુ શિયાળા અને ઉનાળામાં પણ અહીં પાણી સતત ભરાઈ રહેતું હોય જેનો તાત્કાલિક કાયમી ઉકેલ લાવવા વાહન ચાલકો અને સ્થાનિકોએ મહાનગરપાલિકાને રજૂઆત કરી છે.