બેડીથી જોધપર ગામની જૂથ યોજનામાં બાકોરા પાડી કનેક્શન લઈ લીધાટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામ નજીક આવેલ બે કારખાનામાં સરકારી જૂથ પાણી પુરવઠા યોજનાની લાઈનમાં ભંગાણ કરી પાણી ચોરી કરવામાં આવતા આ મામલે પાણી પુરવઠા વિભાગના કોન્ટ્રાકટર દ્વારા બન્ને કારખાનેદારો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના જોધપર ગામને પાણી આપવા સરકારે બેડીથી જોધપર જૂથ યોજના હેઠળ પાણીની લાઇન નાખી હોય જે લાઈનમાં ભંગાણ કરી નેકનામ નજીક આવેલ શુભ એન્ટરપ્રાઇઝ અને એડન પોલીપેક નામના કારખાનેદારોએ પાણીના કનેકશન મેળવી લેતા આ મામલે પાણી પુરવઠા વિભાગના કોન્ટ્રાકટર ચિરાગ પ્રભુભાઈ કામરીયાએ બન્ને કારખાનેદારો વિરુદ્ધ પાણી ચોરી મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.