પાણી ન આવતું હોવાથી ગામલોકોને ભારે હાડમારી : કલેક્ટરને રજૂઆત કરાઈ હળવદ : મોરબી જીલ્લાના હળવદ તાલુકાના મિયાણી ગામને પીવાનું પાણી મળતું નથી.ઉનાળાનો પ્રારંભ થયો જ છે હજી ત્યાં પાણીની અછત ઉભી થવા લાગી છે.લોકો જ્યાં ત્યાંથી પાણી ભરીને ન પીવાલાયક પાણી પીવા મજબુર બન્યા છે.જેના પરિણામે ગામ લોકો પાણીજન્ય રોગોનો ભોગ બને છે.તેથી મિયાણી ગામને પીવાલાયક પાણી તાત્કાલિક પૂરું પાડવામાં આવે જેવી રજૂઆત ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ મોરબી જિલ્લાના કલેક્ટરને રજૂઆત કરી છે. મિયાણી ગામ હળવદ તાલુકાના ટીકરના રણની નજીક આવેલું ગામ છે.સરકારની જે યોજના દ્વારા પાણીની લાઈનો નાખેલ છે.તેમાંથી હાલમાં પાણી મળતું નથી.ગામના લોકો જ્યાં ત્યાંથી પાણી ભરીને ન પીવા લાયક પાણી પીવા મજબુર બન્યા છે.અને જો આવુ જ ચાલતું રહેશે તો ગામ લોકો પાણીજન્ય રોગોને ભોગ બનશે.આ જીવન જરૂરી એવું પાણી મિયાણી ગામના લોકોને મળતું થાય તેવી અપીલ કરવામાં આવી છે.જો આવું કરવામાં નહિ આવે તો ના છુટકે ગામના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે.તો દિવસ ત્રણમાં યોગ્ય પગલાં લેવા અને આ બાબતને લગતા ડીપાર્ટમેન્ટને હુકમો કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી.બાવરવાએ મોરબી જિલ્લાના કલેક્ટરને રજૂઆત કરી છે.