એક તરફ કોરોનાના કેસો બીજી તરફ પાણીનો પ્રશ્ન, સ્થાનિકોમાં રોષ મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર છેલ્લા એક મહિનાથી પાણી વિતરણ ન થતું હોવાની સ્થાનિકોએ ફરિયાદ ઉઠાવી છે. એક તરફ કોરોનાના કેસો છે બીજી તરફ પાણીનો પ્રશ્ન છે હાલ આ મામલે તંત્ર ત્વરિત કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે. મોરબીના વાવડી રોડ ઉપર છેલ્લા એક મહિનાથી પાણી મળતું નથી. આ મામલે કાઉન્સિલર તેમજ પ્રમુખ સહિતનાને રજુઆત કરવામાં આવી છે. છતાં પ્રશ્ન યથાવત રહ્યો છે. અહીં અનેક લોકો કોરોનાના કારણે બીમાર હાલતમાં હોય દૂર જઈને પણ પાણી ભરી શકાતું નથી. આ મામલે તંત્ર જરૂરી વિભાગો સાથે સંકલન સાધી તુરંત જ પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.