મોરબી : રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમ દ્વારા 22 જુલાઈ 2026ના રોજ મોરબી જિલ્લાના મુખ્ય 10 જળાશયોની પાણીની આવક, વર્તમાન જળસ્તર અને વરસાદ અંગેની વિગતો જાહેર કરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર, મોરબી જિલ્લાના તમામ જળાશયોમાં થઈને હાલ કુલ ક્ષમતાના 26.27% પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. જળાશય વાર પાણીનો સંગ્રહ (ટકાવારીમાં)● મચ્છુ-3 ડેમ: 48.56%● બ્રાહ્મણી-2 ડેમ: 45.54%● ઘોડાધ્રોઈ ડેમ: 42.44%● મચ્છુ-2 ડેમ: 38.37%● બ્રાહ્મણી ડેમ: 23.69%● મચ્છુ-1 ડેમ: 20.06%● ડેમી-2 ડેમ: 14.81%● બંગાવડી ડેમ: 6.23%● ડેમી-1 ડેમ: 1.71%● ડેમી-3 ડેમ: 0.68%જળાશયોની વિગતવાર સ્થિતિ અને વરસાદના આંકડા ● મચ્છુ-1 ડેમ: કુલ ક્ષમતા 2435 Mcft સામે હાલ 489 Mcft (20.06%) પાણી ઉપલબ્ધ છે. મોસમનો કુલ વરસાદ 57 mm નોંધાયો છે.● મચ્છુ-2 ડેમ: કુલ ક્ષમતા 3104 Mcft સામે હાલ 1191 Mcft (38.37%) પાણી છે. છેલ્લા 24 કલાકમાં 0.30 ફૂટ પાણીની આવક થઈ છે. મોસમનો કુલ વરસાદ 43 mm છે.● મચ્છુ-3 ડેમ: કુલ ક્ષમતા 282 Mcft સામે હાલ 137 Mcft (48.56%) પાણીનો જથ્થો છે. છેલ્લા 24 કલાકમાં 28 mm વરસાદ નોંધાયો છે, જ્યારે મોસમનો કુલ વરસાદ 98 mm થયો છે. ● બ્રાહ્મણી ડેમ: કુલ ક્ષમતા 2060 Mcft સામે હાલ 488 Mcft (23.69%) પાણીનો જથ્થો છે. છેલ્લા 24 કલાકમાં 10 mm વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 50 mm નોંધાયો છે. ● બ્રાહ્મણી-2 ડેમ: કુલ ક્ષમતા 699 Mcft સામે હાલ 318 Mcft (45.54%) પાણી છે. છેલ્લા 24 કલાકમાં 25 mm વરસાદ નોંધાયો છે અને મોસમનો કુલ વરસાદ 115 mm થયો છે. ● ઘોડાધ્રોઈ ડેમ: કુલ ક્ષમતા 243 Mcft સામે હાલ 103 Mcft (42.44%) પાણી છે. મોસમનો કુલ વરસાદ 59 mm થયો છે.● ડેમી ડેમોની સ્થિતિ: ડેમી-1 માં 13 Mcft (1.71%), ડેમી-2 માં 112 Mcft (14.81%) અને ડેમી-3 માં 2 Mcft (0.68%) પાણી સંગ્રહિત છે.● બંગાવડી ડેમ: કુલ ક્ષમતા 213 Mcft સામે હાલ 13 Mcft (6.23%) પાણીનો જથ્થો છે. મોસમનો કુલ વરસાદ 55 mm છે.મોરબી જિલ્લાનો કુલ સમરી રિપોર્ટમોરબી જિલ્લાના કુલ 10 જળાશયોની જળસંગ્રહ ક્ષમતા 10912 Mcft છે, જેની સામે હાલમાં 2867 Mcft પાણી ઉપલબ્ધ છે. સમગ્ર જિલ્લાની જળાશયોની કુલ ટકાવારી 26.27% નોંધાઈ છે.#MorbiUpdate #Morbi #DamWaterLevel #MachhuDam #BrahmaniDam #MorbiNews #GujaratMonsoon2026 #WaterReport #MorbiDistrict