પોશ વિસ્તારમાં દસ દિવસથી પાણીના ધાંધિયા શરૂ થતાં ટેન્કર રાજ : પાલિકાના સત્તાધીશને કરેલી રજુઆત પાણીમાં હળવદ : હળવદ શહેરમાં ભર ચોમાસે છેલ્લા દસ દિવસથી પીવા માટેનું પાણી પાલિકા ન આપી શકતા રહીશો નાછુટકે મોંઘા ભાવે પાણીના ટેન્કરો મંગાવી રહ્યા છે તો બીજી તરફ અહીંના લોકો દ્વારા પાલિકાને કરાયેલ રજૂઆત હજુ સુધી પાલિકાએ સાંભળી પણ નથી જેથી આ વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોટાભાગે ચોમાસા દરમિયાન રોડ રસ્તાના મહત્વના પ્રશ્નો સામે આવતા હોય છે પરંતુ હળવદમાં પાલિકા તંત્ર ભર ચોમાસે રૂદ્ર ટાઉનશીપ વિસ્તારના લોકોને દસ-દસ દિવસથી તરસ્યા રાખી રહ્યું છે. આ વિસ્તારના લોકોની પાણીની સમસ્યા ક્યારે હલ થશે તે પણ એક મોટો પ્રશ્ન છે..? આ વિસ્તારમાં રહેતા રાજકીય અગ્રણી પપ્પુભાઈ ઠાકોરએ જણાવ્યું હતું કે રૂદ્ર ટાઉનશીપ-1 અને 2 માં પાછલા દસેક દિવસથી અહીંના રહીશો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પાલિકામાં તેમજ લાગતા વળગતા રાજકીય નેતાઓને રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આ વિસ્તારના લોકોની પાણીની સમસ્યા હજુ સુધી શહેરની ઠેર ની ઠેર જ છે. જેથી આ વિસ્તારના લોકો નાછૂટકે મોંઘા ભાવના પાણીના ટેન્કરો મંગાવી રહ્યા છે. જેથી હળવદ પાલિકાતંત્ર વહેલી તકે રૂદ્ર ટાઉનશીપ વિસ્તારમાં જે પાણીની સમસ્યા સર્જાઈ છે તેનું નિરાકરણ કરે અને લોકોને પાણીના ટેન્કરો મંગાવવામાંથી મુક્તિ આપે તે જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હળવદના પોશ વિસ્તારમાં દસ દિવસથી પાણીના ધાંધિયા શરૂ થયા છે તો અન્ય વિસ્તારોની તો સમસ્યાઓ કેવી હશે તે કલ્પના કરવી જ મુશ્કેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..