મોરબી અને માળિયા તાલુકાના નીચાણવાળા ગામોના લોકોને નદીના પટમાં ન જવા અપીલમોરબી અપડેટ : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિંચાઈ યોજના ડેમમાં રૂલ લેવલ મુજબ પાણી ભરાઈ ગયું છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે તંત્ર દ્વારા ડેમના નીચાણવાસમાં આવતા ગામોને તકેદારીના પગલાં લેવા તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.મચ્છુ-3 ડેમમાં હાલ 1674 ક્યુસેક પાણીની આવક સામે 1 દરવાજો 2 ફૂટ ખોલીને 1674 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમનું જળાશય લેવલ 27 મીટર (88.58 ફૂટ) એ પહોંચ્યું છે.મોરબી તાલુકાના સાવચેત કરાયેલા ગામો1. ગોર ખીજડીયા, 2. વનાળીયા, 3. માનસર, 4. નારણકા, 5. નવા સાદુળકા, 6. જુના સાદુળકા, 7. રવાપર (નદી), 8. ગુંગણ, 9. જુના નાગડાવાસ, 10. નવા નાગડાવાસ, 11. અમરનગર, 12. બહાદુરગઢ, 13. સોખડા.માળિયા(મિયાણા) તાલુકાના સાવચેત કરાયેલા ગામો1. દેરાળા, 2. મેઘપર, 3. નવાગામ, 4. રાસંગપર, 5. વિરવદરકા, 6. માળિયા(મી), 7. હરીપર, 8. ફતેપર.તંત્રની સૂચનાસિંચાઈ વિભાગના અધિકારી આર.વી. કાંગડ દ્વારા મળતી માહિતી મુજબ, નીચાણવાસમાં આવતા તમામ ગામોના લોકોને નદીના પટમાં ન જવા, સાવચેતી રાખવા અને જરૂરી તકેદારીના પગલાં લેવા જણાવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #Machhu3Dam #HighAlert #GujaratRain #MorbiNews #Maliya #DamAlert #WeatherUpdate