મોરબી : મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી પાણી છોડવાથી આ પાણી મીઠાના એકમો સુધી પહોંચતા મીઠા ઉદ્યોગને ભારે નુકસાન થશે તેવી રજુઆત મરીન સોલ્ટ મેન્યુ. એસો. દ્વારા જિલ્લા કલેકટરને કરવામાં આવી છે.રજુઆતમાં જણાવાયુ છે કે મચ્છુ ડેમ-૨ના ગેટ બદલવાની કામગીરી કરવાના હેતુથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. નદીનું પાણી સીધું જ મીઠાનાં એકમોમાં આવતું હોય મીઠા ઉદ્યોગને મોટું અસહનીય નુકસાન વેઠવું પડે તેવી પરિસ્થિતિ થશે. હાલ મીઠા ઉત્પાદનની સીઝન હોય અને પાણી આવતા મીઠાનાં ઉત્પાદનની કામગીરીને નુકસાન થશે અને અગરિયાઓની રોજીરોટી પણ છીનવાઈ જશે માટે હાલે મીઠાની સીઝન હોય તો મીઠા ઉત્પાદનની પ્રવૃત્તિમાં નુકસાન ન થાઈ તે રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.