માળિયા (મી.) : તંત્ર દ્વારા મચ્છુ-2 ડેમમાંથી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે આ પાણી માળિયા મિયાણા તાલુકાના ગુલાબડી અને હરીપર આંકડીયા રણ વિસ્તારમાં ફરી વળતાં અગરિયાઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.મચ્છુ-2 ડેમમાંથી છોડાયેલું પાણી ગુલાબડી અને હરીપર આંકડીયા રણ વિસ્તારમાં અગરીયાઓના અગરોમાં ઘુસી ગયા છે. જેથી મીઠાના પાકને નુકસાન થયું છે. હવે અગરિયાઓ સિઝનમાં બીજીવાર મીઠું પકવી શકે તેમ નથી. માળિયા મિયાણા પાલિકાના ઈજનેર જ્ઞાનિકભાઈ અને અગરિયા હિતરક્ષક મંચના પ્રતિનિધિ મારૂતસિંહ બારૈયાએ જિલ્લા કોર્ડિનેટર સાથે મળીને આ નુકસાનગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને અગરિયાઓને થયેલા નુકસાનીનો સર્વે કરીને યોગ્ય વળતર ચુકવવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.