હાલ આઠ દરવાજા એક ફૂટ ખુલ્લા છેમોરબી : મોરબીના મચ્છુ 2 ડેમનાં દરવાજા રીપેરીંગ કરવા માટે છેલ્લા 3 દિવસથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ કુલ આઠ દરવાજા એક ફૂટ સુધી ખોલી 1900 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. પરંતુ આજે સાંજ સુધીમાં રીપેરીંગ માટે જેટલો ડેમ ખાલી કરવો પડે તેટલો ખાલી થઈ જશે અને ત્યાર બાદ ડેમનાં દરવાજા બંધ કરી પાણી છોડવાનું બંધ કરવામાં આવશે.આ અંગે મચ્છુ 2 ડેમના અધિકારી વિશાલ પટેલે જનવ્યય હતું કે ડેમના 5 દરવાજા બદલાવવા માટે મચ્છુ 2 ડેમમાંથી 720 MCFT પાણી છોડવાનું નકી કરાયા બાદ રવિવારે પહેલા બે દરવાજા ખોલાય બાદ બીજા દિવસે વધુ 3 દરવાજા ખોલાયા હતા અને ત્યાર બાદ ગત મોડી રાત્રે વધુ 3 દરવાજા ખોલાય છે , હાલ 8 દરવાજા 1 ફૂટ ખુલ્લા છે અને 1920 ક્યુસેક પાણીની જાવક છે. અત્યાર સુધીમાં બપોરે 11 સુધીમાં 702 MCFT પાણી છોડી નાખવામાં આવ્યું છે અને બાકીની 18 MCFT પાણી આજ સાંજે 4 સુધીમાં છોડી દેવામાં આવશે અને ત્યારબાદ ગેટ બંધ કરી દેવામાં આવશે . અને ત્યાર બાદ ગેટ બદલાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે જે 45 દિવસ સુધી એટલે કે ચોમાસા સુધી ચાલુ રહેશે.