ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણીની આવક વધતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સલામતી માટે લેવાયો નિર્ણયમોરબી: મોરબી જિલ્લાના જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. જેને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જીકીયારી પાસે આવેલા ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા અને ઉપરવાસની સતત આવકને કારણે જીકીયારી ગામ પાસે આવેલા કોઝવે પરથી પાણીનો ભારે પ્રવાહ ઓવરટોપ થઈ રહ્યો છે.નાગરિકોની જાનમાલની સલામતીને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ કોઝવે પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાવવામાં આવ્યો છે.તંત્ર દ્વારા મહત્વની અપીલ:પાણીનું સ્તર ઘટ્યા બાદ અને રસ્તો સંપૂર્ણ સલામત હોવાની ખાતરી થયા પછી જ વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવશે.કોઈપણ નાગરિકે બંધ કોઝવે કે વહેતા પાણીમાં વાહન ચલાવવાનું કે રસ્તો ઓળંગવાનું જીવલેણ સાહસ કરવું નહીં.તમામ લોકોએ તંત્ર દ્વારા અપાતી સલામતી વિષયક સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવો.#Morbi #MorbiUpdate #GhodadhroiDam #Jikiyari #MorbiRain #Monsoon2026 #GujaratRain #SafetyFirst