મોરબી : મોરબીની અવની ચોકડી પાસે છેલ્લા ચાર દિવસથી પાણીની લાઈન તૂટી ગઈ હોય જે રીપેરીંગ નહિ થતા રાહદારીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અવની ચોકડી પાસે ચાર દિવસથી પાણીની લાઈન તૂટી છે. જેથી રસ્તા પર સતત પાણી ભરેલું રહે છે. અને રાહદારીઓને ચાલવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ બાબતે તંત્ર તાકીદે કામગીરી હાથ ધરે તે અનિવાર્ય છે. આ સમસ્યા હલ કરવા રહીશોએ નગરપાલિકાની ઇ-નગર એપ્લિકેશન પર પણ રિયાદ નોંધાવી છે. તેમ છતાં કોઇ પરિણામ આવ્યું નથી. ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવું રહીશો ઇચ્છી રહ્યા છે.