પાણીનો પ્રવાહ વધશે તો ટંકારા-જામનગરને જોડતો પુલ બંધ થવાની ભીતિ: વાહનવ્યવહાર પ્રભાવિત થવાની શક્યતામોરબી અપડેટ (ટંકારા) : ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ટંકારા અને જામનગરને જોડતા લતીપર હાઇવે પર ખાખરા ગામ નજીક આવેલા પુલ નીચે વહેતા પાણીએ ભયજનક સપાટી વટાવી દીધી છે.હાલમાં પુલ નીચેથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. જો આગામી સમયમાં વરસાદનું જોર યથાવત રહેશે અને પાણીના પ્રવાહમાં વધુ વધારો નોંધાશે, તો સલામતીના ભાગરૂપે આ પુલ પરથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. જો પુલ બંધ થશે તો ટંકારાથી જામનગર તરફ જતા હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાય તેવી શક્યતા છે. વાહનચાલકોને આ રૂટ પર સાવચેતીથી મુસાફરી કરવા અને જોખમી રીતે પુલ પસાર ન કરવા અપીલ કરવામાં આવી છે.#MorbiUpdate #Tankara #Jamnagar #LatiparHighway #KhakhraBridge #GujaratRains #Monsoon2026 #MorbiNews #HeavyRainfall #RoadSafety