મોરબી અપડેટ : મોરબી શહેરમાં પડેલા અનરાધાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને નવલખી રોડ પર આવેલા રણછોડ નગર-1 વિસ્તારમાં ભારે હાલાકી ઉભી થઈ છે. શેરી નં. 2 માં ઘૂંટણસમા પાણી ભરાયા છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રણછોડ નગર 1ની શેરી નંબર 2 માં આવેલા અનેક રહેણાક મકાનોમાં 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. આ પાણી ઘરોની અંદરના ભાગે ઘૂસી જવાને કારણે અનાજ, ઘરવખરી અને કિંમતી સામાનને ભારે નુકસાન થયું છે.