ઉપરવાસમાંથી 1,08,810 ક્યુસેક પાણીની પ્રચંડ આવક: મોરબી અને માળિયા(મિયાણા) તાલુકાના 21 ગામોને હાઈ એલર્ટ કરાયામોરબી અપડેટ : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિંચાઇ યોજનામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં પ્રચંડ વધારો થયો છે. ડેમમાં રૂલ લેવલ મુજબનું પાણી ભરાઇ ગયેલ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થયેલ છે. જેને પગલે તંત્ર દ્વારા સાંજે 5 વાગ્યે ડેમના દરવાજાની સ્થિતિમાં મોટો વધારો કરી 13 દરવાજા 10 ફૂટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ડેમ સાઇટ પરથી મળેલી માહિતી મુજબ, 5 વાગ્યાની સ્થિતિએ ડેમમાં 1,08,810 ક્યુસેક પાણીની ભારે આવક થઈ રહી છે, જેની સામે નદીમાં પણ 1,08,810 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ (આઉટફ્લો) કરવામાં આવશે. જળસપાટી અને આવકમાં સતત થઈ રહેલા વધારાને ધ્યાને રાખી સિંચાઇ યોજનાના નીચાણવાસમાં આવતા મોરબી અને માળિયા(મિયાણા) તાલુકાના ગામોના લોકોને તકેદારીના પગલા લેવા તથા નદીના પટમાં અવરજવર ન કરવા કડક સૂચના આપવામાં આવી છે.મોરબી તાલુકાના એલર્ટ કરાયેલા ગામોનીચાણવાસમાં આવતા મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા સહિતના 13 ગામોને સાવધ કરવામાં આવ્યા છે.માળિયા(મિયાણા) તાલુકાના એલર્ટ કરાયેલા ગામોઆ ઉપરાંત માળિયા(મિયાણા) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા(મિયાણા), હરીપર અને ફતેપર સહિતના 8 ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિકારી, મામલતદાર અને સંબંધિત અધિકારીઓને જરૂરી તકેદારીના પગલા લેવા જાણ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Machchhu3Dam #DamAlert #GujaratRain #Monsoon2026 #WeatherUpdate #MaliyaMiyana